Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadદહિયાના પ્રકરણમાં ગુજરાત પોલીસ તપાસ નહીં કરી શકે

દહિયાના પ્રકરણમાં ગુજરાત પોલીસ તપાસ નહીં કરી શકે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

દિલ્હીમાં મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસને આ મામલે તપાસ નહીં કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ, તા.૨૨
કથિત પ્રેમ સંબંધ પ્રકરણમાં સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટે આજે મોટી રાહત આપી હતી. દિલ્હીની મહિલા લીનુસિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે નહીં. દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરી શકે તેવો નિર્દેશ ગુજરાત હાઇકોર્ટે આજે આપતાં દહિયાને મોટી રાહત મળી છે. ગૌરવ દહિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગાંધીનગર પોલીસ દહિયાને તપાસ મામલે બોલાવી શકે તેમ હોવાથી દહિયાએ હાઇકોરક્ટ સમક્ષ ગુહાર લગાવી ન્યાય માંગ્યો હતો. જેમાં હાઈકોર્ટે અવલોકન કર્યું કે, એક જ ફરિયાદ મામલે બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી શકાય નહીં. હજુ દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સેકટર-૭ પોલીસે ગૌરવ દહિયાને હાજર થવા ચાર-ચાર નોટિસ આપ્યા બાદ દહિયાએ ગાંધીનગર પોલીસને જવાબ આપી પોલીસ દ્વારા એક જ કેસની બે અલગ અલગ જગ્યા દિલ્હી અને ગાંધીનગર પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ સામે વાંધો લીધો હતો. ગૌરવ દહિયાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન માગ્યું હતું.

દહિયાએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, એક જ મુદ્દાની અલગ અલગ ફરિયાદ અને જુદા જુદા પોલીસ મથક દ્વારા તપાસ થઇ શકે નહી. આમ કરવાથી અરજદારના મૂળભૂત અને બંધારણીય અધિકારોનો પણ ભંગ થાય છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે ઉપરોકત નિર્દેશ કર્યો હતો અને દહિયાને રાહત આપી હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here