Monday, September 14, 2026
HomeGujaratAhmedabadસ્લેબ પડવાના કેસમાં કેસમાં કોન્ટ્રાક્ટર સહિત ૩ ઝડપાયા

સ્લેબ પડવાના કેસમાં કેસમાં કોન્ટ્રાક્ટર સહિત ૩ ઝડપાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ તુટી પડતા આઠ મજદુરો દટાયા હતા : અનેક લોકો હજુય સારવાર હેઠળ : અહેવાલ
અમદાવાદ, તા.૨૨
તાજેતરમાં જ શહેરના નિકોલ વિસ્તારમાં ભોજલધામ રેસિડન્સી પાસે એએમસીના નિર્માણાધીન પમ્પિંગ હાઉસનો સ્લેબ પડવાના પ્રકરણમાં ભારે વિવાદ અને પ્રાથમિક તપાસ બાદ આખરે પોલીસે આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ પમ્પીંગ હાઉસના સિવિલ કોન્ટ્રાક્ટર ભૂપતાણી એસોસિયેટ્‌સના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે નિકોલમાં પમ્પીંગ હાઉસની ટાંકીના બાંધકામમાં નબળી અને હલકી કક્ષાના મટીરીયલ્સના ઉપયોગ અને તેના બાંધકામમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજીના આરોપસર ઉપરોકત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. નિકોલમાં પાણીની ટાંકીની બનાવવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. આ ટાંકીની બાજુમાં પમ્પિંગ હાઉસનું ધાબુ ભરવાનું કામ સોમવારે ચાલતું હતું, ત્યારે બે માળ ઊંચો સ્લેબ ધરાશાયી થતા ૮ મજૂર દટાયા હતા.જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશને ૨૩ કરોડના ખર્ચે ઉપરોકત ટાંકીનું કામ રાજકોટના ભૂપતાણી કોન્ટ્રાકટર્સને સોંપ્યું હતું. જેમાં ૧૬૪ લાખ લિટર અંડરગ્રાઉન્ડ ટાંકી અને ૨૫ લાખ લિટર ઓવરહેડ ટાંકી બનાવવાની હતી. દરમ્યાન મ્યુનિસિપલમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માના આરોપ મુજબ, કોન્ટ્રાક્ટર ભૂપતાણી એસોસિએટ્‌સે મે-૨૦૧૭માં સોંપાયેલું કામ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં પૂરું કરવાનું હતું. પરંતુ વિલંબ થતાં કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલે ૨૭ નોટિસ આપી પણ બ્લેકલિસ્ટ કરવાની તસ્દી કેમ ન લીધી? કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ કરવાનો સમય વીતી જવા છતાં તેમજ ટાંકીમાં તિરાડો હોવાની ફરિયાદ છતાં પણ મ્યુનિ. કોન્ટ્રાક્ટરને શા માટે છાવરતી હતી? આમ, આ સમગ્ર મામલામાં આમ જાવા જઇએ તો, અમ્યુકો સત્તાવાળાઓની પણ બેદરકારી સામે આવી છે, તેથી તે જવાબદાર સત્તાધીશો સામે પણ કાર્યવાહી થવી જાઇએ.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here