સ્વાતિ માલીવાલે દિલ્લીના બવાના વિસ્તારમાં એક 15 વર્ષની છોકરીને વેશ્યાવૃત્તિની ચંગુલમાંથી છોડાવી. આ છોકરીને નોકરી અપાવવાના બહાને દેહ વેપારના દલદલમાં ધકેલવામાં આવી હતી.
દેશની રાજધાની દિલ્લીમાં સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલ સેક્સ રેકેટ પર દિલ્લી મહિલા પંચની રેડ સતત ચાલી રહી છે. બુધવારે દિલ્લી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાની ટીમ સાથે બુરાડી વિસ્તારમાં ચાલી રહેલા એક સ્પા સેન્ટર પર રેડ મારી જ્યાં એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો થયો. અહીં ભોંયરાની અંદર છોકરીઓને છૂપાવીને દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. ઘટના સ્થળેથી દેહ વેપારનુ મેન્યુ કાર્ડ અને મોટી સંખ્યામાં વાંધાજનક સામાન પણ મળી આવ્યો. ત્યારબાદ સ્વાતિ માલીવાલે દિલ્લીના બવાના વિસ્તારમાં એક 15 વર્ષની છોકરીને વેશ્યાવૃત્તિની ચંગુલમાંથી છોડાવી. આ છોકરીને નોકરી અપાવવાના બહાને દેહ વેપારના દલદલમાં ધકેલવામાં આવી હતી. આ કેસમાં હજુ બીજી ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે.
પીડિતા સાથે ચાર લોકોએ કર્યો બળાત્કાર
ટીવી 9ના રિપોર્ટ મુજબ પીડિત છોકરીના મા-બાપનુ નિધન થઈ ચૂક્યુ છે અને તે પોતાની એક માસી પાસે પોતાના નાના ભાઈ સાથે રહે છે. આ દરમિયાન તેની એક દોસ્તે સારી નોકરી અપાવવાના નામે તેને લક્ષ્મી નામની એક મહિલા સાથે મિલાવી. લક્ષ્મી પીડિતાને પોતાના ઘરે લઈ ગઈ અને મેકઅપ વગેરે કરાવ્યા બાદ તેની પાસેની એક ફેક્ટરીમાં લઈ ગઈ જ્યાં બીજી પણ છોકરીઓ હાજર હતી. આ ફેક્ટરીમાં છોકરીઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો. લક્ષ્મી ગરીબ ઘરોની છોકરીઓને પોતાનો શિકાર બનાવતી હતી અને ગ્રાહકો પાસેથી દરેક છોકરીના 300 રૂપિયા લેતી હતી. પીડિત છોકરીએ જ્યારે આ ધંધામાં ઉતરવાની મનાઈ કરી તો તેનુ અપહરણ કરીને ચાર લોકોએ તેના પર બળાત્કાર કર્યો.
બેરહમીથી પીટવામાં આવી, સિગરેટથી બાળવામાં આવી
પીડિત છોકરીને આ ધંધામાં ઉતરવા માટે મજબૂર કરવા માટે બેરહેમીથી પીટવામાં આવી અને સિગરેટથી પણ બાળવામાં આવી. ગઈ 10 સપ્ટેમ્બરના રોજ 65 વર્ષના એક વ્યક્તિએ પીડિતા સાથે બળાત્કાર કર્યો. પીડિતાની માસીને જ્યારે આ વિશે ખબર પડી તો તેણે દિલ્લી મહિલા પંચનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી. ત્યારબાદ દિલ્લી મહિલા પંચની ટીમે કેસ વિશે દિલ્લી પોલિસમાં ફરિયાદ નોંધાવી અને પીડિતાને છોડાવવામાં આવી. પીડિતાનું મેડીકલ પરીક્ષણ કરાવ્યા બાદ હાલમાં શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવ્યુ છે. વળી, આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુષ્મિતા સેને 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કર્યુ હૉટ વર્કઆઉટ, Video થયો વાયરલ
‘હજુ સુધી ગુનેગાર અરેસ્ટ નહિ’
સ્વાતિ માલીવાલે આ છોકરીને મુક્ત કરાયા બાદ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ‘દિલ્લી મહિલા પંચે બવાનાથી 15 વર્ષની અનાથ બાળકી બચાવી. લક્ષ્મી નામની મહિલાઓ તેને અને અન્યને વેશ્યાવૃત્તિમાં ધકેલ્યો. બાળકીને ચાર માણસે ગેંગરેપ કરીને બહુ મારી અને સિગરેટથી બાળી. છોકરીની સીએ દિલ્લી મહિલા પંચને જણાવ્યુ. અમે તરત જ તેને બચાવીને એફઆઈઆર કરાવી પરંતુ હજુ સુધી ગુનેગાર પકડાયા નથી. પોલિસ જલ્દી ધરપકડ કરે.’
બુરાડી કેસમાં સેક્સ રેકેટનો ભાંડોફોડ
તમને જણાવી દઈએ કે આ પહેલા સ્વાતિ માલીવાલ અને તેમની ટીમે દિલ્લીના બુરાડી વિસ્તારમાં રેડ પાડીને સ્પા સેન્ટરની અંદર ચાલી રહેલા સેક્સ રેકેટનો ભાંડોફોડ કર્યો હતો. આ દરમિયાન છોકરીઓને મુક્ત કરાવવામાં આવી. સ્વાતિ માલીવાલે રેડ પાડીને વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને લખ્યુ, ‘બુરાડીના સ્પાની ફરિયાદ મળી. હાઈફાઈ સિસ્ટમથી સેક્સ રેકેટ ચલાવે છે. વેબસાઈટ પર છોકરીનો ફોટો અને રેટ નાખે છે. નીચે ફ્લોર પર બટનથી ભોંયરાના દરવાજા ખુલે છે. છોકરીના મેન્યુ કાર્ડ બનાવી રાખે છે. દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચ સાથે ભાંડાફોડ કર્યો. બદલાવ કરીને રહીશુ.’
ભોંયરામાં ચાલી રહ્યો હતો દેહ વેપારનો ધંધો
એક અન્ય ટ્વીટમાં સ્વાતિ માલીવાલે લખ્યુ, ‘દિલ્લી મહિલા પંચમાં સતત સ્પાના વિરોધમાં ફરિયાદ કરવામાં આવી રહી છે. હેરાન હતી વેબસાઈટ પર છોકરીઓના ફોટા અને રેટ જોઈને. ક્રાઈમ બ્રાંચનો આભાર. તરત જ તેમણે અમારી મદદ કરી અને આ ઘટિયા રેકેટને પકડાવ્યુ. લોકો બિન્દાસ્ત સ્પા ચલાવી રહ્યા છે. દીકરીઓની આવી હાલત કરનારાને સખત સજા થવી જોઈએ. દિલ્લી પોલિસ ક્રાઈમ બ્રાંચ સાથે દિલ્લી મહિલા પંચે બુરાડીમાં મોટા સેક્સ રેકેટનો ભાંડોફોડ કર્યો. ‘ 18 પ્લસ બ્યુટી ટેમ્પલ સ્પામાં ભોંયરા હતા. ચાર છોકરીઓ હતી જે ત્રણ કસ્ટમર સાથે હતી. ઘટના સ્થળેથી કૉન્ડોમ અને મેન્યુ કાર્ડ મળ્યા જેમાં દરેક પોઝિશનમાં સેક્સનું રેટ હતુ. છોકરીઓને પણ સ્ક્રીન પર રેટ સાથે બતાવતા હતા.