મુંબઇ,તા. ૨૩
બીટાઉનમાં ડાન્સને લઇને હમેંશા પેશન ધરાવનાર અભિનેત્રીઓમાં સામેલ રહેલી દિશા પટની હાલમાં આદિત્યરોય કપુર સાથે મલંગ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મને લઇને તે ભારે ચર્ચામાં આવી ગઇ છે. તે ફિલ્મને લઇને આશાવાદી છે. તે ફિલ્મો કરતા પોતાના ડાન્સ, વિડિયોના કારણે વધારે ચર્ચામાં રહે છે. સેક્સી ફોટોના કારણે પણ તે ચર્ચામાં રહે છે. હવે તેના નવા ડાન્સ વિડિયોના કારણે ભારે ચર્ચામાં છે. તે સામાન્ય રીતે પોતાના ડાન્સ વિડિયો સોશિયલ મિડિયામાં શેયર કરતી રહે છે. હવે નવા ડાન્સ વિડિયોના કારણે પણ ચાહકોમાં દિશા પટનીએ નવી ચર્ચા જગાવી છે. તેના નવા વિડિયોમાં તેના સેક્સી મુવના કારણે ચાહકો ભારે પ્રભાવિત થયા છે. શેયર કરવામાં આવેલા વિડિયોમાંમ દિશા હોલિવુડની લોકપ્રિય સિંગર અને અભિનેત્રી સેલેના ગોમેજના ગીત કેન નોટ ગેટ ઇનફ પર ડાન્સ કરતી નજરે પડી રહી છે. દિશાને ડાન્સ કરતા જાઇને ચાહકો પણ ભારે રોમાંચિત થઇ ગયા છે. ડાન્સિંગ સ્ટેમ્પને લઇને આ અભિનેત્રી કેટલી હદ સુધી પરફેક્શન રાખે છે તેનો અંદાજ લગાવી શકાય છે. તેના ડાન્સને હિપ હોપ અને સેક્સી મુવના કોમ્બનેશન તરીકે ગણવામાં આવે છે. દિશાએ વિડિયો શેર કરતા લખ્યુ છે કે તેને આ ગીતની એક પ્રકારની ટેવ પડી ગઇ છે.
દિશાના ડાન્સ વિડિયોને કેટલા લોકો પસંદ કરી રહ્યા છે તેનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે શેયર કરવામાં આવ્યા બાદ કલાકોના ગાળામાં જ ઇન્સ્ટાગ્રામ પર ૧૯ લાખ લોકો આને જાઇ ચુક્યા છે. મલંગ નામની ફિલ્મને લઇને તમામ લોકો આશાવાદી છે. આદિત્ય રોય કપુર પણ છેલ્લે કલંક નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે બોક્સ ઓફિસ પર સરેરાશ દેખાવ કરી શકી હતી.