Saturday, December 28, 2024
HomeGujaratAhmedabadદેશમાં ગુજરાત સરકાર સૌથી પહેલા ગરીબ સવર્ણોને આપશે 10 ટકા અનામત, ૧૪મીથી...

દેશમાં ગુજરાત સરકાર સૌથી પહેલા ગરીબ સવર્ણોને આપશે 10 ટકા અનામત, ૧૪મીથી પ્રારંભ

Date:

spot_img

Related stories

પૂર્વ વડાપ્રધાન મનમોહનનો પાર્થિવ દેહ બોધ ઘાટ પહોંચ્યો, ટૂંક...

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92...

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....
spot_img
Gujarat CM Vijay Rupani decides to implement 10% reservation given by Central Government in government jobs and education to economically weaker section in the general category, from 14 January 2019.

ગાંધીનગર:
ગુજરાત સરકારે આજે મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ મહત્ત્વની જાહેરાત કરી છે કે રાજ્યમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામતના લાભનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવશે. સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં સવર્ણ જાતિઓના આર્થિક રીતે ગરીબ લોકોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.
આર્થિક રીતે દુર્બળ હોય એવા સવર્ણ લોકોને 10 ટકા અનામત આપવાના ખરડાને સંસદે ગયા અઠવાડિયે મંજૂરી આપી દીધી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ખરડા પર હસ્તાક્ષર કરીને પોતાની મંજૂરી આપી દીધી છે. આમ, આ ખરડો હવે કાયદો બની ગયો છે. આ કાયદાનો અમલ કરનાર ગુજરાત દેશનું પહેલું જ રાજ્ય બન્યું છે. 14 જાન્યુઆરીના મકર સંક્રાંતિ તહેવારથી જ ગુજરાતમાં ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ મળતો થશે.
આ હેતુસર 14 જાન્યુઆરી, 2019 પછી ગુજરાતમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામત નો લાભ આપવામાં આવશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે 14 જાન્યુઆરી, 2019 પહેલાં જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા તેમજ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ છે તેમને આ અનામતનો લાભ લાગુ થશે નહીં. ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.
આ 10 ટકા અનામત SC, ST અને SEBCને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે બિનઅનામત વર્ગોને 10 ટકા અનામત આપવાના લીધેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનનો પાર્થિવ દેહ બોધ ઘાટ પહોંચ્યો, ટૂંક...

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92...

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here