(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,
પોતાની કેપ્ટનશીપમાં ભારતને ૧૯૮૩માં પહેલો વર્લ્ડકપ જીતડનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવે મહેન્દ્ર સિંહ ધોનીની પ્રસંશા કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ દેશને ૨૦૦૭ અને ૨૦૧૧ એમ બે વર્લ્ડકપ અપાવ્યા છે. ધોની હાલ પોતાની કેરિયરના અંતિમ પડાવ પર છે છતાં પરફોર્મન્સમાં કોઇ જ કમી દેખાતી નથી. કપિલ દેવના મનમાં ધોની માટે આજે પણ ભરપૂર સન્માન છે.
એક ઇન્ટરવ્યૂમાં કપિલ દેવે કહ્યું કે, ‘મને ધોની વિશે કંઇ જ નથી કહેવું, હું સમજુ છું કે તેને દેશની બહુજ સેવા કરી છે અને આપણે તેનું સન્માન કરવું જોઇએ.’
કપિલે કહ્યું કે, કોઇ નથી જાણતુ ધોની કેટલુ ક્રિકેટ રમવા માંગે છે અને તેનુ શરીર ક્યાં સુધી કામનો ભાર ઝીલી શકશે. પણ કોઇપણ એવો ક્રિકેટર નથી, જેને ધોની જેટલા દેશની સેવા કરી હોય. આપણે તેનુ સન્માન કરવુ જાઇએ અને તેને શુભકામના આપવી જાઇએ. હું આશા રાખુ છું કે તે આ વખતે પણ વર્લ્ડકપ જીતશે.