Monday, January 13, 2025
HomeSportsCricketનરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

ભારતમાં વરસાદી મોસમના પ્રભાવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

ICC WC Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

ક્રિકેટ રસિકો માટે ખુબ જ ખુશીના સમાચાર છે. એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, અમદાવાદમાં તૈયાર થયેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ. સૂત્રોની માનીએ તો ઉચ્ચસ્તરેથી આ અંગે સુચનાઓ આપી દેવામાં આવી છે. જેને પગલે અત્યારથી આ અંગે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ:
સૂત્રોની માનીએ તો પીએમ મોદી પોતે ગુજરાતમાં વધુને વધુ ક્રિકેટ મેચ રમાય અને જેને પગલે સ્થાનિક કક્ષાએ ખેલ-કૂદને પ્રોત્સાહન મળે નવા યુવાઓને પ્રેરણા મળે તે માટે સતત પ્રયાસ કરતા રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં આ સ્ટેડિયમ ખાતે મેચના આયોજનથી સ્થાનિકોને રોજગારની તક પણ ઉપલબ્ધ થાય છે. તેથી આ પ્રકારના આયોજનનોને સરકાર ખુબ જ ગંભીરતાથી લઈ રહી છે. જેને પગલે ક્રિકેટ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં રમાશે. ખાસ કરીને વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં યોજાશે તેવું હાલ એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છેકે, એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, આગામી 5 ઓક્ટો.થી 19 નવે. સુધી ક્રિકેટ વર્લ્ડ કપ ચાલશે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં આઇસીસી વન ડેની ફાઈનલનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ સહિત દેશના 11 શહેરોમાં વર્લ્ડ કપના કુલ 48 મુકાબલા ખેલાશે. તેનું અત્યારથી જ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીસીસીઆઇ ૯૬૩ કરોડનો ટેક્સ ચૂકવે તેવી શક્યતા છે. રિપોર્ટમાં કરાયેલાં દાવા મુજબ ચાલુ વર્ષે બીસીસીઆઈ એટલેકે, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા આ વખતે આઈસીસી વન ડે વર્લ્ડ કપની યજમાની કરશે. આ વર્લ્ડકપમાં વિશ્વની ટોચની 10 ટીમો ભાગ લેશે.

ક્રિકેટ વર્લ્ડ કપ માટે કરાઈ ભારતના 11 શહેરોની પસંદગીઃ
રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઇએ વર્લ્ડકપના યજમાન તરીકે જે ૧૧ શહેરોના શોર્ટલીસ્ટ કર્યા છે, જેમાં બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ધરમશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે, બીસીસીઆઇએ હજુ આઇસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગે કોઈ જાહેરાત કરી નથી.

ક્યાંથી મળશે ક્રિકેટ મેચની ટિકિટ?
આઈસીસી દ્વારા હજુ સુધી મેચને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, સામાન્ય રીતે મીડિયા રિપોર્ટમાં જે પણ વાતો કહેવામાં આવી છે જો તે સાચી ઠરે તો મેચની જાહેરાત બાદ ઓનલાઈન ટિકિટોનું વિતરણ થઈ શકે છે. જેથી તમારે નક્કી કરાયેલી વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની હોય છે. સત્તાવાર જાહેરાત બાદ જ આ અંગે સ્પષ્ટતા થશે.

ભારતમાં વરસાદી મોસમના પ્રભાવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છેકે, આ ક્રિકેટ વર્લ્ડ કપથી આઇસીસીને બ્રોડકાસ્ટીંગ રાઈટ્સથી તગડી આવક થશે. જેના પર ભારત સરકાર આશરે 963 કરોડનો ટેક્સ લગાવશે. આ ટેક્સ પણ બીસીસીઆઈ ચુકવશે.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here