નવરાત્રી ગુજરાતનું મહાપર્વ છે. ગુજરાતની ઉત્સવપ્રિય જનતા આમ તો બધા જ ઉત્સવો ધૂમધામથી ઉજવે છે, પણ નવરાત્રીની તો કાંઈક અલગ જ વાત છે.
]કારણ કે નવરાત્રી ગુજરાતીનું પ્રતિબિંબ છે જે વિદેશોમાં પણ એટલું જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. નવરાત્રીમાં નવે નવ રાત્રે ગરબે રમવા માટે યુવાધન ખુબ જ બધી તૈયારીઓ કરતું હોય છે. યુવતિઓ પોતાના સાજ-શ્રૃંગાર માટે અવનવા ચણિયા ચોળી, આભૂષણો, શ્રૃંગારનો સામાન ખરીદે છે.
આમ માર્કેટમાં યુવતીઓ માટે નવરાત્રીના ઘણા વિકલ્પો હોય છે પરંતુ યુવાનો માટે ઘણી મુંઝવણ થતી હોય છે.
આ મંઝારાને દુર કરવા વડોદરાના ફેશનીસ્ટ મેહુલ સુથાર અને અરવિંદ ખત્રી સન્સ દ્વારા ખાસ યુવાનો માટે નવરાત્રીનું કલેક્શન બનાવાયું છે.
આપણી ગુજરાતી સંસ્કૃતી અને ગુજરાતના ભર ગુંથણ તથા હેન્ડવર્કને પ્રાધાન્ય આપી આ વસ્ત્રોમાં ગુજરાતી રબારી ભરત, કચ્છનું હેન્ડ વર્ક, આભલા વર્ક, બાંધણી પ્રિન્ટ, સાંકળી ભરત વગેરેનો ખાસ ઉપયોગ કરાયો છે.
યુવાનો માટે ખાસ કરીને કોટનના કુર્તા બનાવાયા છે કે જેથી ગરબા રમતી વખતે ગરમી ન લાગે અને વધુ મુવમેન્ટમાં કોટનના કુર્તા સીલાઈથી ફસી જતાં નથી તેથી આ મટિરિયલનો ઉપયોગ કરી સ્ફૂર્તિ અને સ્ટેમિનાનું અત્યંત ધ્યાન અપાયું છે.
યુવાનો આજકાર ફિટનેશને લઈને ઘણા જ જાગૃત બન્યા છે, તેવા ફીટ યુવાનો માટે પણ સ્પેશ્યલ કચ્છી ભરતકામ વાળી ધોતી તથા ઉપરની સ્લીવલેસ કોટી જેમાં આભલા ભરત અને બાંધણી પ્રીન્ટ અત્યંત આકર્ષક લુક દર્શાવે છે.
આ કોટી કોટન ઉપરાંત સીલ્ક મટીરિયરલમાંથી તથા જ્યુટ મટીરિયલમાંથી બનાવેલી છે જેની અંદર કોટનનું અસ્તર હોવાથી તે પરસેવામાં શરીર સાથે ઘસાતું નથી અને એક કમ્ફર્ટ ફીલ આપે છે.