મોદી સરકાર 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેમાં તેઓ 9 વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે, તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ 60 હજાર શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધતા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી 28મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે. તેમણે કહ્યું કે તેની સાથે સાથે પીએમ મોદી 60000 શ્રમયોગીઓનું સન્માન પણ કરશે. આ નવું સંસદ ભવન પીએમ મોદીની દુરદર્શિતાનું જ પરિણામ છે. જ્યારે બીજી બાજુ વિપક્ષો તરફથી આ સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના અહેવાલ આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ સહિત ટોચના વિપક્ષી દળો સામેલ છે. ગૃહમંત્રી અમિત શાહે આ દરમિયાન સેંગોલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ સેંગોલને સ્વીકાર્યું હતું. સેંગોલ અંગ્રેજોથી સત્તા મળવાનું પ્રતીક છે.
Updated: May 24th, 2023