આ ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો
હજુ સુધી કોઈપણ જાનહાની સમાચાર મળી રહ્યા નથી
ન્યુઝીલેન્ડમાં ગઈકાલે 7.1-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુથી દૂર 7.1-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી કોઈપણ જાનહાની સમાચાર મળી રહ્યા નથી.
USGSના નિવેદન અનુસાર ગઈકાલે સવારે ન્યુઝીલેન્ડના ઉત્તરમાં કર્માડેક ટાપુ ક્ષેત્રમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. ભૂકંપ દરિયામાં આવ્યો હોવાથી નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની ત્રિજ્યામાં સુનામી આવી શકે છે.
ન્યુઝીલેન્ડ દેશ ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે તે વિશ્વની બે મુખ્ય ટેક્ટોનિક પ્લેટ – પેસિફિક પ્લેટ અને ઓસ્ટ્રેલિયન પ્લેટની સરહદ પર આવેલું છે. તે તીવ્ર ભૂકંપના વાળા વિસ્તારના ક્ષેત્રની ધાર પર છે જેને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. ન્યુઝીલેન્ડમાં દર વર્ષે હજારો ભૂકંપ આવે છે.