અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ડોક્ટર ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ હવા બનવા પામી હતી. પોતાની પત્નીના મોતનું દુઃખ મનમાં રાખીને ઇસ્મે ડોક્ટર ઉપર ફાયરિંગ કર્યું હતું. જોકે હાલમાં ઓઢવ પોલીસ માં તેની તજવીજ હાથ ધરાઇ છે.
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પાણી ટાંકી પાસેથી તબીબ જ્યારે પસાર થતા હતા. ત્યારે તેના પર મનમાં રાખીને એક યુવાને એક રાઉન્ડ જેટલો ગોળીબાર કર્યો હતો. તથા જો વધુમાં વાત કરવામાં આવે તો તબીબે પોતાની હોસ્પિટલમાં સારવાર માટે અગાઉ આવેલ મહિલાના પતિ સામે હત્યાની કોશિશની ફરિયાદ પણ નોંધાવી હતી. અત્યારે ઓઢવમાં કૂવારવા જનરલ હોસ્પિટલ ચલાવતા ડોક્ટર મુકેશભાઈ પ્રજાપતિ ટુ-વ્હીલર ટુ-વ્હીલર લઈને ઓઢવ રબારી વસાહત પાસેથી કરસન નગરથી પસાર થતા હતા.
ત્યારે તેમના મોબાઇલ ફોનની રીંગ વાગી હતી પોતાના પેન્ટ માંથી ફોન બહાર નીકળતાં દરમિયાન તેમની પાછળના ભાગે હોવા છતા તેમને જોયું તેમના ડાબા હાથના બાવડાના ભાગે ઇજા થઇ હતી. આજ વખતે બુલેટ ઉપર વિપુલ વ્યાસ નામના ઈસમે તેમની ઓવરટેક કરી તેમની આગળથી ફાયર સ્ટેશન તરફ બાગી જતા નજરે પડ્યા હતા. ત્યારે પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે ઓગસ્ટ 2018માં ડોક્ટર પ્રજાપતિની હોસ્પિટલમાં આરોપી વિપુલ ભાઈ વ્યાસની પત્ની રૂપલબેન ડિલિવરી માટે આવ્યા હતા. જેમની ડોક્ટર સોનોગ્રાફી કરાવી હતી અને વિપુલ ભાઈની મંજૂરીથી સિઝેરિયન ઓપરેશન કર્યું હતું. જોકે રુપલ બેનની તબિયત લથડતા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બાબતને મનમાં રાખીને ડોક્ટર પર ફાયરિંગ કર્યું હતું. જોકે કાયદા અને કાનૂન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો હવે બિહાર બાદ અમદાવાદમાં પણ કાયદા કાનૂન અને વ્યવસ્થા લથડતી પરિસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય માણસની જાહેરમાં સુરક્ષાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.