નવી દિલ્હી: ભારતની ૨૬મી જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિનની ફ્લાયપાસ્ટ પરેડમાં પ્રથમ વખત અત્યંત આધુનિક રાફેલ ફાઇટર વિમાન ભાગ લેશે અને ‘વર્ટિકલ ચાર્લી’ પોઝિશનમાં ફ્લાયપાસ્ટ કરશે. ભારતીય વાયુસેના તરફથી આ વિશે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ‘વર્ટિકલ ચાર્લી’ પોઝિશનમાં વિમાનો અત્યંત નીચેથી ઉડતા પસાર થયા બાદ અચાનક સીધા આકાશ તરફ ઊંચે જાય છે અને ત્યાર બાદ ખૂબ ઊંચાઇએ જઇને ગોળગોળ ચક્કર મારતા નીચેતરફ પડતા હોય એવા કરતબ કરતા હોય છે. ફ્લાયપાસ્ટ પરેડમાં ફક્ત એક જ રાફેલ વિમાન ભાગ લેશે. ફ્લાયપાસ્ટમાં ભારતીય વાયુસેનાના ૩૮ વિમાન અને ભારતીય સેનાના ચાર વિમાન ભાગ લેશે.