
વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર વડે કેક કાપતા યુવકનો વીડિયો વાયરલ થતાં અકોટા પોલીસે આ યુવકને શોધી કાઢી હથિયારબંધી બદલ ધરપકડ કરી છે.
ગત 24 ઓક્ટોબરે મધરાતે ગદાપુરા વિસ્તારમાં ઉત્કર્ષ સ્કૂલ પાસે કેટલાક યુવકો દારૂખાનું ફોડી રહ્યા હતા અને ધૂમધડાકા વચ્ચે કારના બોનેટ પર એક યુવક ફિલ્મી ઢબે કમરના ભાગેથી એક ફૂટ લાંબુ ખંજર કાઢીને કેક કાપતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.આ યુવકના હાથમાં બોટલ પણ દેખાઇ રહી છે.વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર વડે કેક કાપતા યુવકનો વીડિયો વાયરલ થતાં અકોટા પોલીસે આ યુવકને શોધી કાઢી હથિયારબંધી બદલ ધરપકડ કરી છે.

ગત 24 ઓક્ટોબરે મધરાતે ગદાપુરા વિસ્તારમાં ઉત્કર્ષ સ્કૂલ પાસે કેટલાક યુવકો દારૂખાનું ફોડી રહ્યા હતા અને ધૂમધડાકા વચ્ચે કારના બોનેટ પર એક યુવક ફિલ્મી ઢબે કમરના ભાગેથી એક ફૂટ લાંબુ ખંજર કાઢીને કેક કાપતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.આ યુવકના હાથમાં બોટલ પણ દેખાઇ રહી છે.