Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadપ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ "ઉડન છૂ"ની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન...

પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”ની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન બની

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

વડોદરા : પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ “ઉડન છૂ” રાહુલ બાદલ, જય શાહ અને અનીશ શાહ દ્વારા ઈન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન અનીશ શાહે કર્યું છે. આ ફિલ્મ 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહેલ છે. આ ફિલ્મ વેડિંગ બેકડ્રોપ સાથે સેટ છે. ઉતાર-ચઢાવ, હાસ્ય અને આંસુ અને આવી ઉજવણી સાથે આવતા અનોખા અનુભવોને પણ આ ફિલ્મ સાર્થક કરશે. સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મમાં બીજું શું હશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે. ફિલ્મમાં આરોહી પટેલ, આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા જેવા અવ્વ્લ કક્ષાના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ ફિલ્મના કલાકારોએ વડોદરાની મુલાકાત લીધી હતી અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. “ઉડન છૂ” લગ્નની કલરફૂલ અને રમૂજી જટિલતાઓને દર્શાવે છે. આ ફિલ્મ ગુજરાતી લગ્નની પરંપરાગત વ્યવસ્થા વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચેના અણધાર્યા સંબંધને દર્શાવે છે. ફિલ્મમાં હાસ્ય અને લાગણીઓનું અનોખું મિશ્રણ છે. પ્રેક્ષકો લાગણીઓના રોલરકોસ્ટરની અપેક્ષા રાખી શકે છે કારણ કે ફિલ્મ કેટલાક પરંપરાગત ધોરણોને પ્રશ્ન કરે છે અને પ્રેમના જાદુની ઉજવણી કરે છે. દરેક સ્ટારકાસ્ટ પોતાની ભૂમિકા દ્વારા ફિલ્મમાં અલગ જ ફ્લેવર ઉમેરે છે. દેવેન ભોજાણી હસમુખ મહેતાની ભૂમિકામાં છે, જ્યારે આરોહી પટેલ ક્રિના મહેતાની ભૂમિકામાં છે. ફિરોઝ ભગત દાદાની ભૂમિકામાં દેખાય છે, જેમાં સ્મિત જોશી કુકુની ભૂમિકામાં છે. પ્રાચી શાહ પંડ્યા પાનકોર પાપડવાલાની ભૂમિકામાં ઊંડાણ અને આકર્ષણ લાવે છે અને આરજવ ત્રિવેદીએ હાર્દિક પાપડવાલાની ભૂમિકા ભજવી છે. સહાયક કલાકારોમાં પિન્ટુ મામા તરીકે જય ઉપાધ્યાય, જ્હાન્વી તરીકે અલીશા પ્રજાપતિ અને સેમી તરીકે નમન ગોરનો સમાવેશ થાય છે, જેઓ એ આ ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાડી દીધા છે. હાસ્ય અને હૃદયની લાગણીઓના સંપૂર્ણ મિશ્રણ સાથે, ‘ઉડન છૂ’ પારિવારિક અને કોમેડી ફિલ્મના પ્રેમીઓ માટે માસ્ટ વોચ બની રહેશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here