નવી દિલ્હી,તા. ૧૯
ટીમ ઇÂન્ડયાના કેપ્ટન અને હાલના દુનિયાના સૌથી શÂક્તશાળી બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મિડિયા પર સૌથી વધારે ફોલો થનાર ખેલાડી તરીકે છે. આવા ખેલાડીઓની યાદીમાં સચિન તેન્ડુલકર બીજા અને એમએસ ધોની ત્રીજા સ્થાન પર છે. પ્રાપ્ત માહિતી મુજબ Âટ્વટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રણ ત્રણ કરોડ ફોલોઅર્સ છે.
આ યાદીમાં સચિન તેન્ડુલકર બીજા સ્થાન પર છે.
તેના Âટ્વટર પર ત્રણ કરોડ, ફેસબુક પર ૨.૮ કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર ૧.૬૫ કરોડ ફોલોઅર્સ છે. ધોની સોશિયલ મિડિયા હાલમાં વધારે સક્રિય નથી. છતાં તે ત્રીજા સ્થાન પર અકબંધ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૧.૫૪ કરોડ, ટ્વીટર પર ૭૭ લાખ અને ફેસબુક પર ૨.૦૫ કરોડ ફોલોઅર્સ રહેલા છે.
પોતાની કેરિયરમાં હાલમાં સૌથી શાનદાર દેખાવ કરી રહેલા રોહિત શર્માના ફોલોઅર્સ પણ ઓછા નથી. ત્રણેય પ્લેટફોર્મ પર તેના એક કરોડ કરતા વધારે ફોલોઅર્સ રહેલા છે. આવી જ રીતે સુરેશ રેના, યુવરાજ સિંહ અને અન્ય પણ સોશિયલ મિડિયા પર જારદાર રીતે સક્રિય છે અને તેમના મોટી સંખ્યામાં ફોલોઅર્સ રહેલા છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી એબી ડિવિલિયર્સ પણ સામેલ છે . તેના Âટ્વટર પર ૬૭ લાખ ઇન્સ્ટાગ્રામ પર ૮૫ લાખ અને ફેસબુક પર ૩૬ લાખ ફોલોઅર રહેલા છે. વિરાટ કોહલી જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. કોહલીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વનડે ક્રિકેટમાં તે સૌથી વધારે સદી કરનાર ખેલાડી તરફ વધી રહ્યો છે.