વડાપ્રધાન ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચ્યા, ત્રણ સ્પેસ પ્રોજેક્ટને આપી લીલી ઝંડી 1800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ

0
6
વડાપ્રધાન ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચ્યા, ત્રણ સ્પેસ પ્રોજેક્ટને આપી લીલી ઝંડી 1800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ, જેથી ISRO વધુ સંખ્યામાં રોકેટ લોન્ચ કરી શકશે
પહેલીવાર કોઈ વડાપ્રધાન ઈસરો સેન્ટરની મુલાકાતે, ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં સ્થિત ઈસરોના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લીધી છે. તેઓ દેશના પહેલા વડાપ્રધાન છે, જેમણે દેશના આ મહત્વપૂર્ણ કેન્દ્રની મુલાકાત લીધી હોય. તેમણે આ કેન્દ્રમાં ટ્રાઇસોનિક વિન્ડ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉપરાંત, સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી (PIF) અને મહેન્દ્રગિરી ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવા સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણેય પ્રોજેક્ટ 1800 કરોડ રૂપિયાના છે. ઉલ્લેખનીય છે કે અવકાશ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે ત્રણેય સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવી રહી છે.શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી (PIF) શરૂ થતાં હવે એક વર્ષમાં 15 PSLV રોકેટ લોન્ચ થઈ શકશે. જ્યારે અગાઉ તેની પાસે માત્ર છ રોકેટ લોન્ચ કરવાની ક્ષમતા હતી. આ સિવાય PIF અત્યાધુનિક સુવિધાઓ SSLV રોકેટ અને ખાનગી સ્પેસ કંપનીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા અન્ય નાના રોકેટના લોન્ચિંગમાં પણ મદદ કરશે. મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC) ખાતે નવી ‘સેમી-ક્રાયોજેનિક ઇન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ સેમી-ક્રાયોજેનિક એન્જિન અને સંબંધિત તબક્કાઓના વિકાસને સક્ષમ બનાવશે.