અમદાવાદીઓ સી-પ્લેનના સપના જોવાના છોડી દેજો, સરકારે જ હાથ અદ્ધર કર્યા

0
9
શરૂઆતના તબક્કામાં ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી હતી
રિવરફ્રન્ટ પર અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન શરૂ કરાયુ હતું

અમદાવાદ: મંગળવાર અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટાઉપોડે શરૂ કરાયેલી સી-પ્લેન સેવાનું હજુ કોઇ ઠેકાણુ પડ્યું નથી. લાખો કરોડોના ખર્ચે બાદ પણ સી-પ્લેન આજે બંધ અવસ્થામાં છે. વિધાનસભામાં ખુદ સરકારે એ વાતના અણસાર આપ્યા કે, સી-પ્લેન હજુ શરૂ થાય થાનસભા સકાર તેવી શક્યતા નહિવત છે.રિવરફ્રન્ટ પર અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન શરૂ કરાયુ હતું. શરૂઆતના તબક્કામાં ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી હતી પણ જતાં દિવસે સી-પ્લેન ખોટકાયુ હતું. રિપેરના બહાને આ સેવા બંધ કરાઈ હતી. હજુ સુધી આ સી-પ્લેનના ઠેકાણાં નથી. વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં સરકારે ઉત્તર પાઠવ્યો છેકે, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં એમ કુલ મળીને સી-પ્લેન માટે રૂા.22 કરોડની ફાળવણી કરી હતી જે પૈકી હજુ સુધી રૂા.4.49 કરોડ વપરાયેલાં રહ્યા છે. વાત એછેકે, 15 કરોડથી વધુ રકમનો ધુમાડો કર્યા પછીય સી-પ્લેન ચાલુ રહી શક્યુ નહી. આખરે આ સી-પ્લેન સેવા પાટિયા પડ્યા છે. સરકારે એ વાતને કબૂલી છેકે, તા.11-5-22ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું પણ એકેય કંપનીએ સી પ્લેન માટે રસ દાખવ્યો ન હતો. આ કારણોસર હજુ સી-પ્લેન શરૂ થાય તેવી શક્યતા ઓછી છે.