નવીદિલ્હી, તા. ૨૪
લોકસભામાં એન્ટી ટેરર બિલ આજે પાસ કરવામાં આવ્યું હતું. આ બિલને લઇને લોકસભામાં જારદાર ચર્ચા રહી હતી. જુદા જુદા પક્ષોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષી સાંસદોએ બિલને ખતરનાક તથા જનવિરોધી તેમજ બંધારણ વિરોધી ગણાવીને તેની ટિકા કરી હતી. ઓવૈસીએ બિલને મુસ્લમ અને દલિત વિરોધી ગણાવીને વિરોધ કર્યો હતો. ટીએમસીના સાંસદ મોહિત્રાએ બિલને ખતરનાક તથા જનવિરોધી તરીકે ગણાવીને તેને પરત લેવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગૃહમાં કોઇપણ બિલનો વિરોધ કરવા ઉપર વિપક્ષના સભ્યોને રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવે છે. અમને વિપક્ષમાં રહેવાના કારણે આ જાખમ રહેલા છે. જા કે, ભાજપે જારદાર ઝાટકણી કાઢી હતી. બીજેડીના પીનાકી મિશ્રાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના કોઇપણ વિષય પર તેમની પાર્ટી હંમેશા સરકારની સાથે છે. આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના વિષય ઉપર કેન્દ્ર સરકારના પગલાની પ્રશંસા કરતા મિશ્રાએ કહ્યું હતું કે, મોદી સરકાર ખુબ સારુ કામ કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં તેને પ્રચંડ બહુમતિ પણ મળી છે. જનતા
(અનુસંધાન નીચેના પાને)સમજે છે કે, સરકાર તેમને સુરક્ષા આપે છે. શિવસેના, જેડીયુ, એનસીપી અને બસપ દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. શિવસેનાએ કહ્યું હતું કે, એનઆઈએને આ બિલના કારણે તાકાત મળશે. શિવસેનાના વિનાયક રાવતે કહ્યું હતું કે, આ સુધારા બિલ છે પરંતુ તેના પરિણામ ખુબ મજબૂત રહેશે. આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પર સકંજા મજબૂત થશે. જેડીયુના સુનિલકુમારે કહ્યું હતું કે, મોદી સરકારે આતંકવાદને માત્ર કાશ્મીર સરહદ સુધી મર્યાદિત કરી દેવામાં સફળતા મેળવી છે. બસપના દાનિષ અલ્વીએ જેલમાં શંકાના આધાર પર નિર્દોષ યુવાનોને લાંબા સમય સુધી કેદમાં રાખવાની વાત કરી હતી.