એચડીએફસી બેન્ક દ્વારા મહત્વના એમઓયુ થયા

0
45

અમદાવાદ, તા.૨૫
સીએઆઇટીના તમામ સભ્યોને બેંકિંગના ઉત્પાદનો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવા માટે એચડીએફસી બેંકએ આજે સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) સાથે એમઓયુ કર્યા છે. ૬ કરોડ સભ્યો ધરાવતી સીએઆઇટી ભારતમાં નાના વેપારીઓ અને વ્યવસાયોની હિમાયત કરનારી અગ્રણી સંસ્થા છે. જમીની સ્તરની આ પ્રકારની પહેલવહેલી પહેલને પરિણામે ગ્રામ્ય અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન આવશે તથા દેશના આંતરિયાળ વિસ્તારોમાં સક્રિય નાના વેપારીઓને ઘણો ફાયદો થશે. એચડીએફસી બેંક ચાલુ ખાતાના સંચાલન તથા ડિજીટાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને ડિજીટલ ઇન્ડિયા ઉદ્દેશ્યોને અનુરૂપ રહી રોકડમાં થતાં વ્યવહારોને ઘટાડવા માટે ભારત ક્યૂઆર કોડ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડશે. સીએઆઇટીના સભ્યો સરળતાથી સ્મોલ બિઝનેસ ફાઇનાન્સનો લાભ ઉઠાવી શકે તે માટે બેંક હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ સ્મોલ બિઝનેસ મની બેક ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પ્રદાન કરશે. એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ એન્ડ ઈ-કામર્સના હેડ સુશ્રી સ્મિતા ભગત, સીએસસીના સીઇઓ શ્રી દિનેશકુમાર ત્યાગી અને કન્ફેડરેશન ઓફ આૅલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના નેશનલ સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલ વચ્ચે જયપુર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ સહભાગીદારી અંગે વાત કરતાં સુશ્રી ભગતે જણાવ્યું હતું કે, આ પહેલમાં સહભાગી બનીને અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે, આ પહેલ નાના વેપારીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. ઉદ્યોગસાહસિકો અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આ એમઓયુ તેમને વ્યવસાય માટે ધિરાણ અને તેમને સમૃદ્ધ બનાવનારા બેંકિંગ ઉત્પાદનો સરળતાથી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત આ પહેલ સમાજના તળિયાના વર્ગમાં આર્થિક સાક્ષરતા, આર્થિક સમાવેશન અને આવકના સર્જનના કૌશલ્યો ફેલાવવા સાથે સંબંધિત અમારા હાલમાં ચાલી રહેલા સામાજિક કાર્યક્રમોને પણ ઘણી અનુરૂપ છે. પોતાના ૧ લાખથી પણ વધુ વીએલઈના નેટવર્ક મારફતે બેંકિંગ અને નાણાકીય સેવાઓને દેશના આંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એચડીએફસી બેંકએ સીએસસી એસપીવી સાથે પણ હાથ મિલાવ્યાં છે.