પટણા, ગુવાહાટી,તા. ૨૪
બિહારમાં પુરની સ્થતી વધારે ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે નેપાળમાં છેલ્લા ૨૪ કલાકમાં અવિરત વરસાદ થઇ રહ્યો છે. જેના લીધે કોસી-સીમાંચલ જિલ્લામાં નદીઓમાં પાણીની સપાટી રેકોર્ડ સ્તર પર પહોંચી રહી છે. બિહારમાં આગામી ૭૨ કલાક દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે બિહારમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેથી હાલત વધારે ખરાબ થઇ છે. સત્તાવાર રીતે બિહારમાં હજુ સુધી મોતનો આંકડો ૧૦૬ દર્શાવવામાં આવ્યો છે. જા કે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૧૯૪ ઉપર પહોંચી ગયો છે. બિહારમાં હજુ ૭૦ લાખ લોકો પુરના સકંજામાં છે. વરસાદના કારણે તમામ આંકડા વધવાની શક્યતા છે. બીજી બાજુ આસામમાં Âસ્થતીમાં આંશિક સુધારો થયો છે. જા કે લાખો લોકો હજુ મુશ્કેલીમાં છે. નેપાળના તરાઇવાળા વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. બિહાર સરકાર સાથે હવે રોગચાળાને લઇને ખતરો રહેલો છે. બિહારમાં સત્તાવાર રીતે મોતનો આંકડો ૧૦૬ ઉપર પહોંચ્યો છે. જા કે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૧૯૪ ઉપર પહોંચી ગયો છે. મધુબાની જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થતાં અહીં મોતનો આંકડો વધીને ૨૩ ઉપર પહોંચી ગયો છે. દરભંગામાં વધુ એકના મોત સાથે મોતનો આંકડો ૧૦ થયો છે. સીતામઢીમાં સૌથી વધુ ૨૭ લોકોના મોત થયા છે.સીતામઢી, દરભંગા, મધુબાનીમાં સૌથી વધારે હાલત કફોડી બનેલી છે. આ તમામ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૧૨ જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થતિ સર્જાઈ ગઈ છે. બિહારમાં ૧૨ જિલ્માં ૭૦ લાખ લોકોને માઠી અસર થઇ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં Âસ્થતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મોરીગાંવ જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થયા છે. બારપેટામાં ત્રણના મોત થયા છે. ૩૩ જિલ્લાઓ પૈકી ૨૪ પુરના સકંજામાં છે. અહીં ૩૧ લાખ લોકોને અસર થઇ છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે. Âસ્થતીમાં હાલમાં સુધારો થવાના સંકેત નથી. એકલા આસામમાં પુરના કારણે ૩૦.૫૫ લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. જ્યારે મોતનો આંકડો વધીને ૬૪ ઉપર પહોંચી ગયો છે. ગુવાહાટી અને અન્ય વિસ્તારોમાં બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં ૧૨૯ પ્રાણીઓના મોત થયા છે જે પૈકી ૧૦ ગેંડાઓનો સમાવેશ થાય છે.ઉત્તરપૂર્વીય રાજ્યમાં પુરના પાણી ઉતરી રહ્યા છે પરંતુ લોકોની Âસ્થતી હાલમાં નહીં સુધરે તેવા સંકેત છે. કારણ કે તેમના કાચા મકાનો પાણી હેઠળ છે. હવે રોગચાળાનો ખતરો છે. બિહારમાં Âસ્થતી વધારે વણસી શકે છે. કારણ કે હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યુ છે કે મધુબાની, પુર્ણિયા, અરેરિયા, કટિહાર, સીતામઢી અને કિશનગંજમાં ભારે વરસાદ માટે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મધુબાનીમાં સૌથી વધારે ૧૩૫ મીમી વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. જેથી Âસ્થતી વધારે ખરાબ બની શકે છે. તંત્ર સાબદુ થઇ ગયુ છે.