અમરનાથ યાત્રા : ૨૪ દિનમાં કુલ ૨૪ શ્રદ્ધાળુના થયેલા મોત

0
18
શ્રીનગર,તા. ૨૪ વાર્ષિક અમરનાથ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને જારદાર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જારી રહી છે. હજુ સુધી તમામ સારી સુવિધાઓના પરિણામસ્વરૂપે ૨.૯૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. માત્ર ત્રણ સપ્તાહના ટુકાં ગાળામાં જ આ સંખ્યા નોંધાઇ છે. આ વખતે દર્શન કરનારની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી શકે છે. અમરનાથ યાત્રાના ૨૪માં દિવસે આજે બુધવારે ૨૭૨૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવના કરવામાં આવી હતી. પોલીસે કહ્યુ છે કે બાલતાલ રૂટ માટે ૧૨૪૭ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જ્યારે ૧૪૭૬ શ્રદ્ધાળુઓ પહેલગામ માટે રવાના કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રામાં હજુ સુધી કુલ ૨૪ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જે પૈકી અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ૨૨ શ્રદ્ધાળુઓના કુદરતી રીતે મોત થયા છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ૩૦ શ્રદ્ધાળુ યાત્રા માર્ગ ઉપર પથ્થરો પડવાના કારણે ઘાયલ થયા છે. આ વખતે યાત્રાના આધાર કેમ્પ ખાતે એફએમ રેડિયો સ્થાપિત કરવામાં આવ્યો છે જેના કારણે હવામાન અંગેની માહિતી પણ મળી શકશે. અમરનાથ યાત્રા રુટ ખુબ જ જટિલ છે. કેટલીક જગ્યાએ ઓÂક્સજનની કમી હોવાના કારણે યાત્રીઓ એટેકના શિકાર થાય છે. યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થયા છે. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જારદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. કાશ્મીર ખીણ માટે શ્રદ્ધાળુઓની નવી ટુકડી આજે સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. સ્થાનિક મુÂસ્લમ સમુદાયના લોકો પણ પુરતી મદદ અમરનાથ યાત્રીઓને કરી રહ્યા છે. યાત્રા ૧૫મી ઓગષ્ટના દિવસ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઇના દિવસે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી યાત્રા સાનુકુળ માહોલમાં જારી રહી છે. શ્રદ્ધાળુઓનો આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે. મોટી ટુકડીઓમાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા પહેલી જુલાના દિવસે શરૂ કરવામા ંઆવી હતી. આ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓનો આંકડો ચાર લાખની આસપાસ પહોંચી શકે છે. કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટી પર Âસ્થત પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ટીમ પહોંચી રહી છે. પવિત્ર ગુફાને ભાગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે.શ્રદ્ધાળુઓનો ધસારો છેક ૧૫મી ઓગષ્ટ સુધી જારી રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.

અમરનાથ યાત્રાના ૨૪માં દિવસે ૨૭૨૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરાઇ ઃ શ્રદ્ધાળુઓમાં જારદાર ઉત્સાહ

શ્રીનગર,તા. ૨૪
વાર્ષિક અમરનાથ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને જારદાર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જારી રહી છે. હજુ સુધી તમામ સારી સુવિધાઓના પરિણામસ્વરૂપે ૨.૯૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. માત્ર ત્રણ સપ્તાહના ટુકાં ગાળામાં જ આ સંખ્યા નોંધાઇ છે. આ વખતે દર્શન કરનારની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી શકે છે. અમરનાથ યાત્રાના ૨૪માં દિવસે આજે બુધવારે ૨૭૨૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવના કરવામાં આવી હતી. પોલીસે કહ્યુ છે કે બાલતાલ રૂટ માટે ૧૨૪૭ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જ્યારે ૧૪૭૬ શ્રદ્ધાળુઓ પહેલગામ માટે રવાના કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રામાં હજુ સુધી કુલ ૨૪ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જે પૈકી અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ૨૨ શ્રદ્ધાળુઓના કુદરતી રીતે મોત થયા છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ૩૦ શ્રદ્ધાળુ યાત્રા માર્ગ ઉપર પથ્થરો પડવાના કારણે ઘાયલ થયા છે. આ વખતે યાત્રાના આધાર કેમ્પ ખાતે એફએમ રેડિયો સ્થાપિત કરવામાં આવ્યો છે જેના કારણે હવામાન અંગેની માહિતી પણ મળી શકશે. અમરનાથ યાત્રા રુટ ખુબ જ જટિલ છે. કેટલીક જગ્યાએ ઓÂક્સજનની કમી હોવાના કારણે યાત્રીઓ એટેકના શિકાર થાય છે. યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થયા છે. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જારદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. કાશ્મીર ખીણ માટે શ્રદ્ધાળુઓની નવી ટુકડી આજે સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. સ્થાનિક મુÂસ્લમ સમુદાયના લોકો પણ પુરતી મદદ અમરનાથ યાત્રીઓને કરી રહ્યા છે. યાત્રા ૧૫મી ઓગષ્ટના દિવસ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઇના દિવસે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી યાત્રા સાનુકુળ માહોલમાં જારી રહી છે. શ્રદ્ધાળુઓનો આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે. મોટી ટુકડીઓમાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે.
આ વર્ષે અમરનાથ યાત્રા પહેલી જુલાના દિવસે શરૂ કરવામા ંઆવી હતી. આ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓનો આંકડો ચાર લાખની આસપાસ પહોંચી શકે છે. કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટી પર Âસ્થત પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ટીમ પહોંચી રહી છે. પવિત્ર ગુફાને ભાગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે.શ્રદ્ધાળુઓનો ધસારો છેક ૧૫મી ઓગષ્ટ સુધી જારી રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.