અમદાવાદ
પૂર્વ પ્રેમીથી અવતરેલી 14 દિવસની બાળકીને વિસનગરના દંપતીના પરિવારે સ્વીકાર ન કરતાં સંસાર માંડવામાં આડખીલી બનતી પુત્રીને માતાએ પ્રેમી પતિ સાથે મળી અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાં મુકી દીધી હતી.2 દિવસ બાદ વિસનગર પોલીસ મથકે પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવવા જતાં ભાંડો ફૂટી ગયો હતો.મહેસાણા રેલવે પોલીસે બાળકીને ત્યજવાના ગુનામા દંપતીની ધરપકડ કરી સાબરમતી પોલીસને સોંપતા સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાંથી બે દિવસ પૂર્વે 14 દિવસની બાળકી મળી આવતા રેલવે પોલીસે અજાણી મહિલા વિરૂધ્ધ બાળક ત્યજવા સંબધે ગુનો નોંધી બાળકીને સંસ્થામા મોકલી આપી હતી.ઉપરોકત ઘટનાના બે દિવસ બાદ વિસનગરના રજનીકાંત દિનેશભાઇ મકવાણા અને કુસુમ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમા 14 દિવસની પુત્રી ગૂમ થયાની જાણવા જોગ નોંધાવવા પહોંચ્યાયા હતા.જ્યાં પીઅસઓ કૌલાશગીરી,હે.કો.ભરતસિંહ,મહિપાલસિંહે યુવક, યુવતીને બેસાડી કેટલીક પુછપરછ બાદ આ સંબધે સાબરમતી રેલવે પોલીસમાંથી વોટ્સઅપથી તસવીર મંગાવી હતી.જે જોતા તેમને બાળકી પોતાની હોવાની ઓળખ કરતા જ સમગ્ર કેસમા નવો વળાંક આવ્યો હતો આ બાબતે જાણ થતા વિસનગર રેલવે સ્ટેશન પહોંચેલા મહેસાણા રેલવે સર્કલ ઇન્સ.વી.એ.જયસ્વાલ અને હેકો.જીતેન્દ્રસિંહે ઉપરોકત બન્ને યુવક,યુવતીનો કબ્જો મેળવી હાથ ધરેલી પુછપરછમાં ચોંકાવનારી વિગતો ખુલી હતી.જેમા પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમા રહેતી કુસુમ 1 વર્ષ અગાઉ મૂળ ઊંઝાના હાલમાં રાણીપમા રહેતા પટેલ યુવકના સંપર્કમા આવી તેની સાથે રહેતી હતી અને તેનાથી ગર્ભ રહ્યો હતો.જોકે,કોઇ કારણોસર યુવક તેને છોડી જતા એકલી પડેલી યુવતી 3 મહિના અગાઉ અમદાવાદ સિવિલમાં માતાની સારવાર કરાવવા જતા વિસનગરના રજનીકાંતના પરિચયમાં આવી હતી અને તેઓ વચ્ચે પ્રેમસંબધ બંધાતાં બંનેનએ લગ્ન કરી દીધા હતા.જોકે 14 દિવસ અગાઉ મહિલાએ બાળકીને જન્મ આપતા તેઓની મુશ્કેલી વધી હતી પરિવારે આ બાળકી સ્વીકારવાનો ઈન્કાર કરતાં સાથે રહેવા માટે બાળકી આડખીલી રૂપ બનતાં બંનેને ટ્રેનમાં મુકી આવવાનો નિર્ણય લીધો હતો.હાલમાં પોલીસે બાળકીને અમદાવાદની સંસ્થાને સોંપાઈ હતી.