ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિસ્ફોટક નિવેદન કરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે તેમણે સીધા જ વડાપ્રધાન મોદીની નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું. આમ તો તેઓ અનેકવાર અલગ અલગ મુદ્દે ટિપ્પણીઓ કરીને ભાજપની સરકાર માટે મુશ્કેલી ઊભા કરતા રહ્યા છે. ભાજપના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે આગામી મહિને એટલે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી તેમનો 74મો જન્મદિવસ મનાવશે અને પછી 75મા જન્મદિવસે તે RSSના અલેખિત નિયમ મુજબ નિવૃત્ત થઈ જશે. સુબ્રમણ્યમ અહીં જ ના અટક્યા તેમણે આગળ લખ્યું કે જો પીએમ મોદી આવું નહીં કરે તો RSSની સંચાલન સમિતિ અન્ય રીતે તેમની નિવૃત્તિની જાહેરાત કરશે.
પીએમ મોદીની નિવૃત્તિના આપ્યા સંકેત!
સુબ્રમણ્યમ સ્વામીએ તેમની આ પોસ્ટથી સંકેત આપી દીધા છે કે પીએમ મોદી તેમનો 75મો જન્મદિવસ મનાવ્યા બાદ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ભાજપના અનેક વરિષ્ઠ નેતા 75 વર્ષની વય વટાવ્યા બાદ રાજકીય રીતે સંન્યાસ લઈ ચૂક્યા છે. જેમાં લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે જેઓ ભાજપના માર્ગદર્શક મંડળમાં જોડાઈ ગયા છે. સુમિત્રા મહાજન જેવા મોટા નેતા પણ ચૂંટણી લડવાથી વંચિત રહ્યા હતા. હવે પીએમ મોદી ખુદ 75 વર્ષના થવાના છે અને તે પણ રાજકારણથી સંન્યાસ લઈ લેશે જેનાથી તેઓ ખુદ વડાપ્રધાન પદેથી હટી શકે છે.
If Modi does not, as committed to RSS Pracharak’s sanskaar, announce his retiring to Marg Darshan Mandal after his 75 th year birthday on Sept 17 th, then he will lose his PM chair by other methods.
— Subramanian Swamy (@Swamy39) August 21, 2024