Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. આ મેળામાં દૂર દૂરથી આવતા લાખોમાં ભક્તો માટે માતાજીના પ્રસાદ તરીકે વપરાતા મોહનથાળનો પ્રસાદ એજન્સીને બનાવવા આપ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે 10,000થી વધુ કિલોનો મોહનથાળ પ્રસાદ પડી રહ્યો છે. જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થવા જાય છે.તાજેતરમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં રાજકીય નેતાઓના જમણવારના ખર્ચનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં 30 લાખની કિંમતનો મોહનથાળ પડયો રહેતા મંદિર ટ્રસ્ટમાંથી એજન્સીને બીલનું ચૂકવણું કરવામાં આવશે કે કેમ તે આવનાર સમય બતાવશે. ભાદરવી પૂનમ અગાઉ મોહનતાની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આશ્વર્યની વાત એ છે કે ભાવોને નહીં ખોલીને આ એજન્સીને બારોબાર ભાદરવી પૂનમ માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવ્યો હતો. અબાજીમાં ભાદરવી પૂનમનો મેળા સમાપન થતાં 10,000 થી વધુ કિલોનો મોહનથાળનો પ્રસાદ પડી રહ્યો છે. મંદિરના વહીવટદાર કહે છે કે હું આ જાણતો જ નથી. એજન્સીના જવાબદાર અધિકારી કહે છે કે અમને મંદિરે કીધું તે પ્રમાણે અમે પ્રસાદ બનાવ્યો છે. વધારાનો પ્રસાદ બનાવવમાં છે તેના રૂપિયા મંદિર દ્વારા ચૂકવવામાં આવશે. શું એજન્સીના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી આવા અનેક સવાલો માઈ ભક્તોમાંથી ઉઠવા પામ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વારંવાર આ એક જ એજન્સીને કોન્ટ્રાક્ટર કેમ આપવામાં આવે છે આના ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વધારાનો પ્રસાદનું બિલ પણ ન ચૂકવવું જોઈએ તેવી માંગ ભક્તોમાં ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, મેળાના 7 દિવસ દરમિયાન 19 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ વર્ષે અંદાજીત 32.54 લાખ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારે 1 બોક્સમાં 100 ગ્રામ લેખે 7 દિવસમાં 2 લાખ કિલો મોહનથાળનું વેચાણ થયું છે. જેની સામે ફીક્કી પડેલી ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા હતા.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here