બ્રિસ્બેન:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાઇ રહી છે. રમત મેચના પાંચમા દિવસે પણ ચાલુ રહે છે. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગ્સમાં 369 રન બનાવ્યા, જવાબમાં ભારતે 336 રન બનાવ્યા, 33 રનની લીડ સાથે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 294 રન બનાવ્યા, જેનાથી ભારતને વિજય માટે 328 રનનો લક્ષ્યાંક મળ્યોનાથન લાયનની બોલ પર 22 રન બનાવીને વોશિંગટન સુંદર બોલ્ડ થઈ ગયો છે. ભારતે 318 રન પર છઠ્ઠી વિકેટ ગુમાવી.
ભારતે જીત માટે હવે 25 બોલ પર 10 રનની જરૂર છે. – જોશ હેજલવુડની ઓવરથી ભારતના ખાતામાં આવ્યા 9 રન. 95 ઓવર પછી સ્કોર 313/5, ઋષભ પંત 76 અને વોશિંગટન સુંદર 21 રન બનાવીને ક્રીઝ પર હાજર. ભારતને અંતિમ પાંચ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર 80.2 ઓવરમાં ભારતને ચોથો ઝટકો લાગ્યો છે. ચેતેશ્વર પુજારા 56 રન બનાવીને પૈટ કર્મિસની બોલ પર એલબીડબલ્યુ આઉટ થયા. આ રીતે ભારતે પોતાની ચોથી વિકેટ 228 રન પર ગુમાવી દીધી છે.. ઋષભ પંતનો સાથ આપવા મયંક અગ્રવાલ આવ્યા છે.
73.2 ઓવરમાં માર્નસ લાબુશેનની બોલ પર ચોક્કો લગાવીને પુજારાએ પચાસ રનનો આંકડો પાર કર્યો. પુજારાએ 196 બોલ પર સાત ચોક્કાની મદદથી ફિફ્ટી બનાવ્યા. 74 ઓવરમાં ભારતનો સ્કોર 217/3, પુજારા 52 અને ઋષભ પંત 21 રન બનાવીને રમી રહ્યા છે. – 70.6 ઓવરમાં નાથન લાયનની બોલ પર ઋષભ પંતે શાનદાર સિક્સર મારી અને આ સાથે જ ભારતનો સ્કોર 200ને પાર પહોંચી ગયો. 71 ઓવરમાં ભારતનો સ્કોર 201/3 છે. ચેતેશ્વર પુજારા 45 અને ઋષભ પંત 22 રન બનાવીને રમત રમી રહ્યા છે. ભારતને જીત માટે હવે 127 રનની જરૂર છે.