મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી એકનાથ શિંદેના સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ડેપ્યુટી સીએમના શપથ લીધા બાદ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા નિશાન સાધ્યુ છે. સામનામાં રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટ પર પણ પ્રશ્ન ઉઠાવાયા છે. એકનાથ શિંદે પર નિશાન સાધતા કહેવામાં આવ્યુ છે કે સત્તા માટે શિવસેના સાથે દગો કર્યો નથી એવુ કહેનારાની પોલ ખુલ્લી પડી ગઈ. મુખપત્રમાં ભાજપ પર પણ આકરા પ્રહાર કરાયા.શિવસેનાના મુખપત્રમાં કહેવામાં આવ્યુ કે જે ધારાસભ્યો શિવસેનામાંથી બહાર નીકળ્યા તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરતાની સાથે સુપ્રીમ કોર્ટે અટકાવી અને પક્ષપલટા વિરોધી પગલા લીધા વિના બહુમતી પરીક્ષણ કરવા કહ્યુ. રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ અને ચુકાદો સંભળાવ્યો. બંધારણના રક્ષક જ જ્યારે ગેરકાયદે કાર્ય કરવા લાગે છે અને ન્યાયના ત્રાજવાને ઝુકાવે છે ત્યારે કોની પાસે અપેક્ષા રાખવી.
મહારાષ્ટ્ર / ‘રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ’ , સામનામાં શિંદે સરકાર પર શિવસેનાના આકરા પ્રહાર
Date: