સાઉથ કેરોલીનામાં એક માતાએ દાવો કર્યો છે કે તેના ઘરમાં રહેલો બેબી મોનિટર કેમેરા હેક થઈ ગયો છે. જ્યારે પણ તે પોતાના ત્રણ મહિનાના દીકરાને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે ત્યારે કેમેરા દ્વારા કોઈ તેને જોવે છે.જેમી સમીટ નામની 24 વર્ષિય માતાએ પાછલા અઠવાડિયે જ્યારે તેનો દીકરો નોહા ઊંઘી રહ્યો હતો ત્યારે આ બાબત નોટિસ કરી. પહેલીવાર માતા બનેલી જેમીએ અમેઝોન પરથી ફ્રેડી મોનિટર મગાવ્યું હતું, જે વાઈફાઈ યુઝ કરી શકાય છે અને ફોન એપ દ્વારા કંટ્રોલ થાય છે. આ એપ યુઝરને ઘરમાં થતી હલનચલનને રિમોટલી રેકોર્ડ કરવાની સુવિધા આપે છે.જેમીએ કહ્યું, તે પોતાના લીવીંગ રૂમમાં બેઠાં બેઠાં બેબી કેમ દ્વારા દીકરા પર નજર રાખી રહી હતી. તે સમયે જ કેમેરા મૂવ થાય છે. લાંબી ફેસબુક પોસ્ટમાં જેમીએ લખ્યું કે, અચાનક સ્ક્રીન પર મારી નજર પડી, કેમેરા હલીને અમારા બેડ પર આવીને ઊભો રહી ગયો. આ જ જગ્યાએ હું રોજ મારા દીકરાને બ્રેસ્ટ ફિડિંગ કરાવું છે. એકવાર જ્યારે તે શખસને જાણ થઈ કે હું ત્યાં નથી તો તેને તરજ કેમેરા નોહા તરફ કરી દીધો.જેમીએ પહેલા તો વિચાર્યું કે કદાચ તેના હસબન્ડે ઓફિસથી એપમાં લોગઈન કર્યું હશે. પરંતુ તેના પતિએ પણ કહ્યું કે તેણે તે દિવસે કેમેરાનો એક્સેસ કર્યો જ નહોતો.ઘટના બાદ કપલે પોલીસને ફોન કરીને ઘટના જણાવી પરંતુ પોલીસે પોતે આ મામલે કઈ કરી શકે તેમ ન હોવાનું જણાવ્યું. એક ઓફિસર ઘટનાની તપાસ માટે ઘરે જઈને ચેકિંગ કર્યું, જે બાદ તેમણે માન્યું કે એપને હેક કરવામાં આવી હોઈ શકે છે. ત્યારથી કપલ જ્યારે પણ એપનો ઓપન કરવાનો પ્રયાસ કરે છે, તેમાં એરરનો મેસેજ આવે છે. ઘટના બાદ કપલે વાઈ-ફાઈને વધારે સિક્સોર બનાવવા માટે બધા જ પાસવર્ડ ચેન્જ કરી દીધા છે