Saturday, May 10, 2025
HomeGujaratBhavnagarમાડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા જગદંબાની ભકિતના પાવનકારી...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા જગદંબાની ભકિતના પાવનકારી અવસર

Date:

spot_img

Related stories

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...
spot_img

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા જગદંબાની ભકિતના પાવનકારી અવસર નવલા નવલી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર સહિત ગોહિલવાડના શ્રધ્ધેય પ્રાચીન અને અર્વાચીન શકિતધામો અને માઈમંદિરોમાં માઈભકતોના મીની મેળાવડાઓ જામશે. આ સાથે ચોતરફ જય જય માતાજીના ગગનભેદી નારાઓ ગૂંજી ઉઠશે. ગોહિલવાડના ગામેગામ નવરાત્રિ પર્વ રંગે ચંગે ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. માઈભકતોમાં આસ્થાભેર ધર્મકાર્યોમાં જોડાવવા ઉત્સુકતા જોવા મળી રહેલ છે.દિવંગત પિતૃઓનું તર્પણ કરવાના શ્રાધ્ધપક્ષનું ભાદરવા માસના અંતિમ દિવસ બુધવારે સર્વ પિતૃ અમાસ સાથે સમાપન થયા બાદ આજથી શારદીય નવરાત્રિના પાવનકારી મહાપર્વનો મંગલમય પ્રારંભ થશે. આ સાથે માઈભકતો આદ્યશકિતની ભકિતમાં મગ્ન બની જશે. વર્ષ દરમિયાન શારદીય, ચૈત્રી, વાસંતિક અને ગુપ્ત એમ ચાર નવરાત્રિની ઉજવણી કરાય છે. જે પૈકી અતિ શુભદાયી ગણાતી શારદીય નવરાત્રિ મહોત્સવનો આવતીકાલ તા.૩થી મંગલમય પ્રારંભ થશે. શકિતની ભકિતના અનન્ય મહિમા ધરાવતા વર્ષના સૌથી વધુ લાંબા તહેવાર નવલાં નવરાત્રિ મહોત્સવની ચોમેર ભાવ અને ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. પ્રથમ નોરતે આવતીકાલ ગુરૂવારે સવારથી જ માઈમંદિરો અને મઢમાં મંગલ મુહૂતે શાસ્ત્રોકત રીતે સવારે ઘટ સ્થાપન કરાશે. આ પ્રસંગે માટીમાં અગીયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવશે. અને દશમાં દિવસે આ જવારાનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.સૈકાઓથી ભારતીય સંસ્કૃતિની આગવી અને અલાયદી ઓળખ સમાન નવરાત્રિમાં શકિતના નવ સ્વરૂપની આરાધના કરાશે. નવરાત્રિના પ્રારંભથી શહેરીજનોની અનન્ય આસ્થાના પ્રતિક સમાન નગરદેવી રા.રા.ખોડીયાર માતાજી, નાના અને મોટા રૂવાપરી માતાજી, શીતળા માતાજી, મહાલક્ષ્મી માતાજી, નાના અને મોટા અંબાજી,બાલા બહુચરાજી, અકવાડાના માતૃમંદિર માતૃધામ, કાળીયાબીડના મેલડી માતાજી, શકિત માતાજી, આશાપુરા માતાજી, ભંડારીયાના બહુચરાજી માતાજી, નાગધણીબાના નાગલપરી ખોડીયાર માતાજી, ભગુડામા મોગલ માતાજી, ઉંચા કોટડામાં ચામુંડા માતાજી સહિતના તમામ તમામ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન માઈ મંદિરોમાં શ્રધ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડશે.

શેરી-મહોલ્લા, ફલેટ, સોસાયટીઓમાં નવરાત્રિનું આયોજન :
ભાવનગર શહેર અને જિલ્લામાં એક તકફ પ્રોફેશનલ નવરાત્રિ આયોજનોનો ક્રેઝ વધ્યો છે.બીજી તરફ,અમુક સ્થળે હજુ પણ પરંપરાગત રીતે પ્રાચીન ગરબા યોજાઈ રહ્યા છે. હાલ શહેર અને જિલ્લામાં પ્રોફેશનલ ગરબા આયોજનો વચ્ચે શેરી-મહોલ્લાથી લઈ ફલેટસ અને સોસાયટીઓમાં ગરબાના કાર્યક્રમો યોજાશે. જો કે, આ કાર્યક્રમોમાં મોટાભાગે સ્થાનિક રહેવાસીઓ હેવાછતાં તેમાં નહીંવત સંખ્યા જ જોવા મળે છે. પરંતુ, આદ્યશક્તિના આ પર્વમાં ઘરઆંગણે થતાં કાર્યક્રમો હજુ પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. તે વાત મહત્વપૂર્ણ છે.

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here