Monday, October 5, 2026
HomeGujaratસુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ પ્રદર્શન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની દિવાળી બગડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. આ માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનો અને વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા હોવાથી લોકોનો આક્રોશ છે. તેના કારણે આ વેપારીઓએ આજે ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો ખોલી આપો અથવા વળતર આપોની માંગણી કરી હતી.સુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ત્યારથી જ સુરતીઓ માટે એક બાદ એક આફત ઉભી થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેમાં એક પછી એક અકસ્માત થઈ રહ્યાં છે અને તેના કારણે મેટ્રોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી વેપારીઓ હવે અકળાઈ રહ્યાં છે. મેટ્રોની કામગીરીથી અનેક રસ્તાઓ બિસ્માર બન્યો છે તે વિવાદ ઉભા થાય તે પહેલાં હવે મેટ્રોના અસરગ્રસ્ત વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે. સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. પહેલા વળતર આપવામાં આવ્યું હતું હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે.

આ વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાની સમસ્યા દુર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો હલ આવ્યો નથી. રજૂઆત બાદ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ને વિવાદ ઉભો થયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો કામગીરી શરૂ થઇ હોય પહેલા વેપારીઓ સાથે 10 મહિનાનું એમઓયુ કરાયું હતું અને વળતર ચૂકવાશે એવી ખાતરી અપાઈ હતી. ત્યારબાદ કામ પૂરું ન થતાં બીજા 9 મહિનાનું એમઓયુ કરાયું હતું. 19 મહિના બાદ ચારેય બાજુ કમ્પાઉન્ડ વોલ એટલે કે ડી-વોલ બનાવવાની વાત કરવામાં આવી હતી. જોકે, હવે માત્ર ટાવરની બાજુ જ કમ્પાઉન્ડ વોલ બનાવી છે.આ ઉપરાંત આખો રસ્તો ખોલવાની જગ્યાએ મેટ્રો દ્વારા માત્ર ત્રણ મીટરનો રસ્તો ખોલવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકો પણ આવી શકતા નથી અને વળતર આપવા માટે પણ મનાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વેપારીઓના વેપાર ધંધા મૃતપાય થઈ ગયાં છે વેપારીઓની રજુઆત સાંભળવામાં આવતી ન હોવાથી વેપારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યો હતો. ટાવર ખાતે ભેગા થયેલા વેપારીઓએ કહ્યું હતું કે મેટ્રોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. 10 મહિનામાં રસ્તો ખોલી આપવાની વાત કરી હતી પરંતુ આજે 19 મહિના થયા છતાં રસ્તો ખોલવામાં આવ્યો નથી. જેના કારણે 80-90 વર્ષ જૂની પેઢીઓ પણ હાલ બંધ હાલતમાં છે. વેપારીઓએ માંગણી કરી હતી કે મેટ્રો રસ્તો ખોલી આપે અથવા જ્યાં સુધી રસ્તો ન ખોલે ત્યાં સુધી વળતર આપે. મેટ્રોની નબળી કામગીરીને કારણે લોકોમાં ભારે રોષ છે તેની સાથે હવે વેપારીઓ પણ અકળાય અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here