Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadમાનહાનિ કેસમાં રાહુલ મેટ્રો કોર્ટમાં હાજર : જામીન મળ્યા

માનહાનિ કેસમાં રાહુલ મેટ્રો કોર્ટમાં હાજર : જામીન મળ્યા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

તમને ગુનો કબૂલ છે તેવા પ્રશ્ન બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, તેમને ગુનો કબૂલ નથી ઃ રાહુલના કોર્ટના ચક્કરો

અમદાવાદ, તા.૧૨
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી અલગ-અલગ ફરિયાદના કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી તાજેતરમાં રાજીનામું આપનાર રાહુલ ગાંધી આજે અમદાવાદ શહેરની ઘીકાંટા Âસ્થત મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમના નિષ્ણાત વકીલો સાથે હાજર રહ્યા હતા. જેમાં કોર્ટે રાહુલ ગાંધીની પ્લી રેકોર્ડ કરી હતી અને કેટલાક સવાલો પૂછયા હતા. જેના જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ આ કેસમાં કોઇપણ રીતે દોષિત નથી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. ન્યાયાધીશે રૂ.૧૫ હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધીના જામીન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા જામીનદાર બન્યા હતા. હવે આ કેસની વધુ સુનાવણી તા.૭ સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટ કાર્યવાહી બાદ રાહુલ કોર્ટ સંકુલથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.અગાઉ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી અલગ-અલગ ફરિયાદના કેસમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ સમન્સ જારી કર્યું હતું. જેના અનુસંધાનમાં આજે રાહુલ ગાંધી કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં નિષ્ણાત વકીલો સાથે મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધી અદાલત સમક્ષ હાજર થતાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ દ્વારા તેમની પ્લી રેકોર્ડ કરવામાં આવી હતી. કોર્ટે પૃચ્છા કરી હતી કે, શું તમને આ કેસના દસ્તાવેજા અને જરૂરી કોપીઓ મળી ગઇ છે, જેના જવાબમાં રાહુલ ગાંધીએ હા જણાવ્યું હતું. દરમ્યાન કોર્ટે પૂછયું હતું કે, શું તમને ફરિયાદમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે તે ગુનો કબૂલ છે, જેથી રાહુલ ગાંધીએ પ્રત્યુત્તર આપતાં સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઇપણ રીતે આ કેસમાં દોષિત નથી અને તેમને ગુનો કબૂલ નથી. રાહુલ ગાંધીની પ્લી રેકોર્ડ થયા બાદ સીઆરપીસીની કલમ-૪૩૬ હેઠળ રાહુલ ગાંધી તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રૂ.૧૫ હજારના પર્સનલ બોન્ડ પર તેમના જામીન મંજૂર કર્યા હતા.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here