થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી લાભ ઘર આંગણે ઉપલબ્ધ

0
36
અમદાવાદ,તા.૧૨ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને યુ.એસ.એ. કેલીર્ફોનીયાની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ ૩-ડી ટેકનોલોજી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. ગુજરાતના યુવા વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તરે વિવિધ સેકટર્સમાં ખૂબ ઉપયોગી એવી આ ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીથી અવગત થાય અને પોતાની કોલેજ-શાળાની પ્રયોગ શાળામાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ ર્સ્ંેં કર્યા છે. મુખ્યમંત્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી શિક્ષણ વિભાગે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી અન્વયે રાજ્યમાં ૭ સ્થળોએ આ ૩-ડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે. તદ્દઅનુસાર, વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇજનેરી કોલેજ ચાંદખેડા, અમદાવાદ ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજ ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, આઇ-હબ, એમ.એસ. પોલિટેકનીક બરોડા તથા કલોલની સરકારી ટેકનીકલ હાઇસ્કૂલમાં તથા ગુજરાતની અન્ય ટેકનીકલ સંસ્થાઓમાં આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોડકટમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થશે. મુખ્યમંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરી દવે તથા શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માની ઉપસ્થિતીમાં આ સમજૂતિ કરાર પર ગુજરાત નોલેજ સોસાયટીના એડીશનલ સીઇઓ ભુપતાણી અને યુ.એસ. આઇ ૩-ડી.ટી. વતી સી.ઇ.ઓ. દિલીપ મેનેઝિસે હસ્તાક્ષર કર્યા હતા.

અમદાવાદ,તા.૧૨
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને યુ.એસ.એ. કેલીર્ફોનીયાની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ ૩-ડી ટેકનોલોજી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. ગુજરાતના યુવા વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તરે વિવિધ સેકટર્સમાં ખૂબ ઉપયોગી એવી આ ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીથી અવગત થાય અને પોતાની કોલેજ-શાળાની પ્રયોગ શાળામાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ ર્સ્ંેં કર્યા છે. મુખ્યમંત્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી શિક્ષણ વિભાગે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી અન્વયે રાજ્યમાં ૭ સ્થળોએ આ ૩-ડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે. તદ્દઅનુસાર, વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇજનેરી કોલેજ ચાંદખેડા, અમદાવાદ ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજ ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, આઇ-હબ, એમ.એસ. પોલિટેકનીક બરોડા તથા કલોલની સરકારી ટેકનીકલ હાઇસ્કૂલમાં તથા ગુજરાતની અન્ય ટેકનીકલ સંસ્થાઓમાં આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોડકટમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થશે. મુખ્યમંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરી દવે તથા શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માની ઉપસ્થિતીમાં આ સમજૂતિ કરાર પર ગુજરાત નોલેજ સોસાયટીના એડીશનલ સીઇઓ ભુપતાણી અને યુ.એસ. આઇ ૩-ડી.ટી. વતી સી.ઇ.ઓ. દિલીપ મેનેઝિસે હસ્તાક્ષર કર્યા હતા.