કંગના રનોટે નિર્ણય લીધો છે કે તે પોતાના પ્રોડક્શનની ફિલ્મોમાં ઍક્ટિંગ નહીં કરે. તેની પાસે ઘણી સારી સ્ક્રિપ્ટ છે. કંગના નવા કલાકારોને પ્લૅટફૉર્મ આપવા માગે છે.

તેણે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને ડિરેક્ટ કરી હતી. પોતાના પ્રોડક્શન હાઉસની માહિતી આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘મારી ઑફિસ જાન્યુઆરીમાં તૈયાર થઈ જશે.

સાથે-સાથે અમે અમારા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છીએ. મારી પાસે ઘણીબધી સારી સ્ક્રિપ્ટ આવી છે. મેકર્સની ઇચ્છા છે કે હું એમાં કામ કરું. જોકે આપણી પાસે અનેક નવી ટૅલન્ટ છે. તેમને એક મંચ આપવાની જરૂર છે. આવી પાવરફુલ સ્ક્રિપ્ટ પર ધ્યાન આપવું પણ અગત્યનું છે.

સાથે જ એને સ્ક્રીન પર મોટા પાયે દેખાડવાની છે. હું જે પણ ફિલ્મો પ્રોડ્યુસ કરીશ એમાં કામ નહીં કરું. આપણી આસપાસ ખૂબ ટૅલન્ટેડ લોકો છે. હું એવા ઍક્ટર્સને પસંદ કરીશ જે મારી સ્ક્રિપ્ટ સાથે બંધ બેસશે. હું નવી ટૅલન્ટને માર્ગદર્શન આપીશ.

અમે જલદી જ મારા ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મની જાહેરાત કરીશું. હું કદાચ ‘ધાકડ’ બાદ એના પર કામ શરૂ કરીશ