પિંક’, ‘ઇન્દુ સરકાર’, ‘મિશન મંગલ’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી ફિલ્મોમાં સુંદર અભિનયથી દર્શકોનાં દિલ જીતી લેનારી બોલીવૂડની હિરોઇન કીર્તિ કુલ્હારી સાથે થયેલી વાતચીતમાં ફિલ્મ ઉપરાંત પણ ઘણી બાબતે પ્રશ્ર્નોત્તરી થઇ જે ઘણી જ રસપ્રદ છે.
તેને પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના તેણે ઘણી જ નિખાલસતા અને નીડરતાથી જવાબ આપ્યા તે જાણવા અને માણવા જેવા છે.દેશ કે સમાજ પ્રત્યે કેવી જવાબદારી હોવી જોઇએ?કીર્તિ પોતાની વાતને સારી રીતે સમજાવતાં કહે છે કે, ‘હું દરેક ચીજ વિશે નથી જાણતી. મને દરેક ચીજોમાં રસ ન પણ હોઇ શકે. મારો દરેક બાબતોમાં અભિપ્રાય ન પણ હોય. તો પછી લોકોએ એવી આશા શું કામ રાખવી જોઇએ કે અમે કલાકારો દરેક મુદ્દા પર બોલીએ. એ જરૂરી નથી કે અમારો દરેક મુદ્દા પર કોઇ જવાબ હોવો જ જોઇએ.
કીર્તિ ચોખ્ખેચોખ્ખું કહે છે કે એક કલાકાર હોવાને નાતે તમે મને એક્ટિંગ સંબંધી અનેક પ્રશ્ર્નો પૂછી શકો. તમે મને એવું પૂછી શકો કે હું જે કામ કરી રહી છું તે કેવી રીતે કરી રહી છું. આવા ઉત્તર આપવા હું બંધાયેલી છું અને તમે આવા પ્રશ્ર્નો પૂછો તો એ વ્યાજબી પણ છે. સૌથી મોટું સામાજિક કાર્ય અમે અમારા અભિનય દ્વારા કરતા જ હોઇએ છીએ. અમે જે પ્રકારનાં પાત્રો નિભાવીએ, જે પ્રકારે કોઇ ફિલ્મનો એક હિસ્સો બનીએ એ પણ એક સામાજિક કાર્ય જ છે.
કીર્તિ કહે છે કે, હું મારા જીવનમાં શું કરું છું, શું નહીં? કોની તરફેણ કરું છું કે કોનો વિરોધ તે બધા પ્રશ્ર્નો એક જાતનું દબાણ ઊભું કરે છે. અમારી પણ એક અંગત જિંદગી હોય છે એ પત્રકારોએ વિચારવું જોઇએ. આ સિરીઝમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, અનુપ્રિયા ગોયેન્કા મુખ્ય ભૂમિકા નિભાવે છે. કીર્તિ એ સિવાય રિભુ દાસગુપ્તાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’નું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું કરી રહી છે.