આપણે ત્યાં એક કહેવત ખૂબ જ પ્રચલિત છે કે મા તે મા બીજા બધા વગડાનાં વા એટલે માની મમતાની તોલે કોઈ ન આવી શકે જો કે કેટલાક કિસ્સાઓ એવા પણ પ્રકાશિત થાય છે જેમાં મા ની મમતા પણ લજવાય છે. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડમાં બન્યો છે. જ્યાં એક માતા તેમના 11 વર્ષના પુત્રના પેટ પર બેસી જાય છે અને બાદમાં પુત્રને ઢોર માર મારે છે. આ મારકુટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં એક મહિલા બાળકના પેટ પર બેસીને ગળું દબાવે છે અને ખરાબ રીતે મારકુટ કરે છે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્રૂરતાની હદ વટાવનાર અન્ય કોઈ નહીં પણ માસૂમ બાળકની માતા છે. જન્મદાતા માતા જ પોતાના પુત્રને ઢોર માર મારી રહી છે. અહીંથી પણ ન અટકતી માતાએ પુત્રને બચકા ભર્યા હતા. આ દરમિયાન બાળક ચીસો પાડીને રડતા રડતા પીવા માટે પાણી માંગી રહ્યો હતો.
हरिद्वार के झबरेड़ा कस्बे में एक महिला का वीडियो वायरल हो रहा है। इसमें वह अपने आठ साल के बच्चे को बेरहमी से पीटती नजर आ रही है।#Uttarakhand #haridwar #Crime pic.twitter.com/P9beKZCtyv
— Riya Pandey (@pandeyriya0607) July 17, 2024
આ વાયરલ વીડિયોને મામલે ઉત્તરાખંડ પોલીસનું કહેવું છે કે ‘આ વીડિયો હરિદ્વારના ઝાબરેડાનો છે. જે લગભગ બે મહિના પહેલાનો છે. મહિલાએ આ વીડિયો તેના 11 વર્ષના પુત્ર સાથે બનાવ્યો હતો અને તેને રેકોર્ડ કર્યા બાદ તેના પતિને મોકલ્યો હતો. જ્યારે પતિએ વીડિયો જોયો તો વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો હતો. આ પછી આ મામલો ચર્ચામાં આવ્યો હતો.’ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ‘ઝાબરડાની રહેવાસી મહિલાનો તેના પતિ સાથે છેલ્લા 10 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ દેવબંદ સહારનપુરમાં કપડાની દુકાનમાં કામ કરે છે. અને તે ઘરનો કોઈ ખર્ચ ચૂકવતો નથી અને ડ્રગ્સ પણ લે છે.’ તો બીજી તરફ આ મામલે મહિલાએ કહ્યું હતું કે ‘હું એક દુકાનમાં કામ કરીને ઘરનો ખર્ચ ઉઠાવું છે. આ વીડિયો મારા પતિને ડરાવવા અને તેને ઘરની જવાબદારીનું ભાન કરાવવાના હેતુથી બનાવ્યો હતો. વીડિયો બતાવવા માટે મારા પુત્રની છાતી પર માથું મૂક્યું હતું, પરંતુ બાળકને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું.’આ મામલે હરિદ્વાર પોલીસે મહિલા અને તેના બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યાં બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ મહિલા અને તેના પુત્ર પર નજર રાખશે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.