Friday, January 10, 2025
HomeGujaratમેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

Date:

spot_img

Related stories

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગોત્સવની પ્રેરણાદાયક ઉજવણી

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં પતંગોત્સવની ઉત્તેજક અને પ્રેરણાદાયક...

2001નો કુંભ વૈભવ અને ટેકનોલોજીનો સંગમ હતો:પહેલીવાર દર્શન માટે...

21મી સદીના પ્રથમ મહાકુંભનું પણ પ્રયાગરાજમાં આયોજન કરવામાં આવ્યું...

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં : 9 શહેરમાં 10 ડિગ્રીથી...

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા...

11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ...

ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક...
spot_img

મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી. શહેર ક્રાઇમ બ્રાંચ તેમજ અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને અપહરણકર્તાની ચુંગાલમાંથી હેમખેમ છોડાવીને તેનાં માતા-પિતાને સોંપ્યો હતો. અપહરણકર્તાએ માત્ર ર૦ હજારની રકમને લઇ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને ‌િરવોલ્વર બતાવીને રાજસ્થાન લઇ જતો હતો. અપહરણકર્તા બાળકના પિતાનો ડ્રાઇવર હતો અને રૂપિયાની લેતીદેતીના મામલે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસની સતર્કતાના કારણે બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો.
મેઘાણીનગર વિસ્તારમાં આવેલ તલવાડા સોસાયટીમાં રહેતા ભંવરલાલ શર્મા કેટ‌િરંગનો ધંધો કરે છે. ગઇ કાલે રાતે ભંવરલાલ શર્માના દસ વર્ષના પુત્ર લક્કી ઉર્ફે આર્યનું એક શખ્સ અપહરણ કરીને લઇ ગયો હતો. લક્કી તેના ઘરે પરત નહીં આવતાં ભંવરલાલ શર્માએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી હતી. ભંવરલાલ શર્માને ખબર પડી ગઇ હતી કે આ અપહરણ તેમના પૂર્વ કર્મચારી સરદાર ઉર્ફે પ્રહ્લાદ જાટે કર્યું છે. મેઘાણીનગર પોલીસે અપહરણની ફરિયાદ નોંધીને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. પોલીસ કંટ્રોલરૂમે તાત્કા‌િલક અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિત રાજ્યના તમામ કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રન તેમજ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા અને રેન્જ આઇજી અને ‌િજલ્લા એસપી આ મામલે સતર્ક થઇ ગયા હતા અને ઠેરઠેર નાકાબંધી કહી દીધી હતી.
સરદાર જાટ રાજસ્થાનનો હોવાથી દીપેન ભદ્રને એક ટીમને શામળાજી બોર્ડર પર રવાના કરી હતી ત્યારે પોલીસે રાજ્યની તમામ બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શામળાજી બોર્ડર પર અરવલ્લી એસપી મયૂર પાટલી પણ હાજર થઇ ગયા હતા અને એક-એક ગાડીઓ તપાસ કરતા હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પણ શામળાજી બોર્ડર પર પહોંચી ગઇ હતી.
તો બીજી બાજુ અપહરણ કરનાર સરદાર પણ લક્કીને હેમખેમ રાજસ્થાન લઇ જવામાં માગતો હતો. ‌િરક્ષામાં અપહરણ કરવા માટે આવેલા સરદારે લક્કીને ‌િરવોલ્વર બતાવી હતી. સરદારે પણ પોલીસને ચકમો આપવા માટે બે ‌િરક્ષાઓ બદલી ત્યારબાદ ત્રણ ટ્રકમાં મુસાફરી કરી અને બે લકઝરીમાં બેસીને રાજસ્થાન તરફ જવા માટે નીકળ્યો હતો.
સરદાર લક્કીને લઇને એક સ્લીપર કોચમાં બેસીને રાજસ્થાન જતો હતો ત્યારે મોડાસા રોડ પર શામળાજી બોર્ડર નજીકથી પોલીસે તેને પકડી લીધો હતો. લક્કી સ્લીપર કોચની નીચેની સીટમાં સૂતો હતો ત્યારે ઉપરની સીટમાં સરદાર સૂતો હતો. પોલીસના બંદોબસ્તને જોઇને સરદારે ચાલુ બસમાં કૂદકો મારી દોડવા ગયો હતા જ્યાં પોલીસ તેને જોઇ ગઇ હતી અને તેની અટકાયત કરી લીધી હતી. પોલીસ અને ક્રાઇમ બ્રાંચે બસમાં તપાસ કરતા લક્કી હેમખેમ મળી ગયો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે સરદારની ધરપકડ કરીને લક્કીને તેના માતાપિતાને સોંપ્યો છે. મોડી રાતે લક્કીનું મે‌િડકલ કરાવવા માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર લક્કીને ‌િરવોલ્વર બતાવીને સરદાર તેને રાજસ્થાન લઇ જવાનો હતો. સરદાર ભવરલાલની પાસે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને અચાનક રજા પર ઊતરી ગયો હતો. ત્રણ મહિનાની રજા બાદ સરદાર ભવરલાલ પાસે આવ્યો હતો અને લેવાના નીકળતા ર૦ હજાર રૂપિયાની માગણી કરી હતી. ભવરલાલે રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા તેને લક્કીનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો. અરવલ્લી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની મહેનતથી લક્કી હેમખેમ મળી ગયો છે.

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગોત્સવની પ્રેરણાદાયક ઉજવણી

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં પતંગોત્સવની ઉત્તેજક અને પ્રેરણાદાયક...

2001નો કુંભ વૈભવ અને ટેકનોલોજીનો સંગમ હતો:પહેલીવાર દર્શન માટે...

21મી સદીના પ્રથમ મહાકુંભનું પણ પ્રયાગરાજમાં આયોજન કરવામાં આવ્યું...

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં : 9 શહેરમાં 10 ડિગ્રીથી...

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા...

11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ...

ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here