
યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશનથી ચાલતી ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન (20966/20965)માં અસ્થાયી ધોરણે બે વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ
- ટ્રેન નંબર 20966 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી તાત્કાલિક અસરથી 30.09.2024 સુધી બે વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
- ટ્રેન નંબર 20965 ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં ગાંધીગ્રામ સ્ટેશનથી તાત્કાલિક અસરથી 30.09.2024 સુધી બે વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ