નવી દિલ્હી,તા.૨૬
કારગિલ યુદ્ધ બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી લીધા હતા અને સંરક્ષણ તૈયારી ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. ભારતે ત્યારબાદ તેના સંરક્ષણ બજેટમાં સતત વધારો કર્યો હતો. અતિ આધુનિક હથિયારો મેળવવાની દીશામાં પગલા લીધા હતા. આ ઉપરાંત અનિયમિતતાઓને દૂર કરવા માટે પણ પગલા લીધા હતા. રિસર્ચ એન્ડ એનાલિસીસ વીંગ જેવી ઈન્ટેલીજન્સ સંસ્થાઓની ટીકા બાદ આ તમામ સંસ્થાઓને પણ મજબૂત કરવામાં આવી હતી. ભારતીય સેના પાસે પુરતી માહિતી નહીં હોવાની માહિતી પણ યુદ્ધ દરમિયાન સપાટી પર આવી હતી. કારગીલ યુદ્ધ બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધારો થયો હતો. અમેરિકાએ મર્યાદીત ભૌગોલિક વિસ્તાર સુધી યુદ્ધને રાખવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ઈઝરાયેલ સાથેના ભારતના સંબંધો પણ મજબૂત બન્યા હતા. યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે ભારતને ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ કરાવી હતી. સેટેલાઈટ ફોટાઓ પણ ઉપલબ્ધ કરાવ્યા હતા. યુદ્ધ બાદ અટલ બિહારી વાજપેયી સરકારે ઈÂન્ડયન ઈન્ટેલીજન્સન સંસ્થાની નિષ્ફળતાના સંદર્ભમાં તપાસ કરવા એક કારગિલ સમીક્ષા કમેટીની રચના કરી હતી. આ કમીટીમાં જાણીતા વ્યુહાત્મક નિષ્ણાંતોને સામેલ કરાયા હતા. આ સમિતિને ભારતીય સુરક્ષા સાથે સંબંધિત તમામ લોકો સાથે વાતચીત કરવાની તક આપવામાં આવી હતી. આ કમિટીના અહેવાલ બાદ ઈÂન્ડયન ઈન્ટેલીજન્સમાં મોટાપાયે ફેરફાર કરાયા હતા.