૪૯ના લેટરના જવાબમાં ૬૧ હસ્તીનો ખુલ્લો પત્ર જારી થયો

0
27
ખુલ્લો પત્ર લખનારમાં અભિનેત્રી કંગના રાણાવત, લેખક પ્રસુન જાશી, ફિલ્મના નિર્માતા મધુર ભંડારકરનો સમાવેશ

નવી દિલ્હી,તા. ૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુદા જુદા ક્ષેત્રોની ૪૯ ટોપની હસ્તીઓ તરફથી મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા માટે લખવામાં આવેલા પત્રના જવાબમાં હવે ૬૧ હસ્તીઓએ ખુલ્લો પત્ર લખીને ૪૯ હસ્તીઓનો વિરોધ કર્યો છે. આ હસ્તીઓએ પીએમને લખવામાં આવેલા પત્રને પસંદગીના ગુસ્સા અને ખોટા નેરેટિવ સેટ કરનાર તરીકે ગણાવીને આની નિદાં કરી છે. ખુલ્લા પત્રમાં જે લોકોના મત સામેલ છે તેમાં અભિનેત્રી કંગના રાણાવત, લેખ પ્રસુન જાશી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ, વાદક પંડિત વિશ્વ મોહન ભટ્ટ તેમજ ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરનો સમાવેશ થાય છે. તેમજ વિવેક અÂગ્નહોત્રી પણ આમાં સામેલ છે. આ ખુલ્લા પત્રમાં પીએમ મોદીને લેર લખનાર ૪૯ કલાકારો અને બુદ્ધીજીવીઓની ટિકા કરવામાં આવી છે. આ તમામ ૪૯ કલાકારો અને બુદ્ધિજીવીને દેશના કહેવાતા ગાર્જિયન તરીકે ગણાવીને તેમની ટિકા કરવામાં આવી છે. સાથે સાથે તેમના પત્ર લખવાના ઇરાદા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સાથે સાથે કહેવામાં આવ્યુ છે કે તેમના ઇરાદા રાજકીય રહેલા છે. આ હસ્તીઓએ પીએમને પત્ર લખનાર સામે પ્રશ્ન ઉઠાવીને કહેવામાં આવ્યુ છે કે નક્સલી હુમલામાં આદિવાસીઓ અને ગરીબોના મોત થાય છે ત્યારે આ પ્રકારના લોકો મૌન રહે છે. આ ૬૧ સેલિબ્રિટીઓએ ૪૯ સામે પ્રહાર કરતા કહ્યુ છે કે કાશ્મીરમાં જ્યારે અલગતાવાદીઓ સ્કુલ બંધ કરાવી રહ્યા હતા ત્યારે ક્યાં હતા. જેએનયુમાં જ્યારે નારેબાજી કરવામાં આવી હતી ત્યારે આ લોકો ક્યાંય દેખાતા ન હતા. આ લોકોએ દેશના ટુકડે ટુકડા કરનાર પર નારાને લઇને વાત કરી ન હતી. ૬૧ સેલિબ્રિટીઓમાં જુદા જુદા ક્ષેત્રોના લોકો સામેલ છે.