રોયલ એન્ફીલ્ડ બાઇકનું નામ સાંભળીને દરેક વ્યક્તિનું મન ખુશીથી ભરાઇ જાય છે. આ બાઇક વિશ્વભરમાં જાણીતી છે અને યુવાન લોકોની પ્રથમ પસંદ બની રહે છે. રોયલ એનફીલ્ડ ક્લાસિક 500 પૅગાસુસના બજારમાં આવતા જ હજાર બાઇકમાંથી લગભગ 250 મોડલ ભારતમાં વેચવા માટે આવ્યા હતા. આ મોડેલે થોડી સેકંડોમાં જ વેચાઈ જવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેની કિંમત આશરે 2.5 લાખ રુપિયા છે.
– લોકોમાં આ બાઈક આટલી પ્રખ્યાત હોવા છતાં નોઈડાના એક યુવકે નવી નક્કોર અને મોંઘીદાટ બાઇકને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. તમે આશ્ચર્ય પામશો પણ આ હકીકત છે. આ બાઇકને કચરાના ઢગલામાં ફેંકી દેનાર વ્યક્તિનું નામ ધીરજ ઝુરુઆ છે, જે નોઈડાના રહેવાસી છે અને આ બાઇકના માલિક છે. તે હાલ સોશિયલ મીડિયામાં તેમના બુલેટ માટેના આ પ્રકારના ગુસ્સા માટે ચર્ચાનો વિષય બન્યા છે.
– કચરાના ઢગલામાં પડેલી તેની બાઇકનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
* બાઇકને કચરામાં ફેંકવાનુ કારણ
– બાઇકને કચરામાં ફેંકવાનુ કારણ પણ ખૂબ જ આઘાતજનક છે. હકીકતમાં, ધીરજે તેની બાઇક ખરીદવા માટે બે દિવસ તૈયારી કરી હતી પરંતુ વેચાણ વધુ થવાને લઇને કંપનીની વેબસાઇટ ક્રેશ થઇ ગઇ હતી. ત્યારબાદ કંપની દ્વારા બાઇકના આ મોડેલ માટે બીજી તારીખ જાહેર કરવામાં આવી. થોડા દિવસમાં જ, કંપનીએ રોયલ એનફીલ્ડ ક્લાસિક સિંગલ 350 એડિશન રજૂ કર્યુ ત્યારે પેગાસસ લેનારા લોકોની દિવાનગી ઓછી થઇ ગઇ.
– પેગાસસની તુલનામાં ડ્યુઅલ ચેનલ એબીએલની કિંમત 60 હજાર રૂપિયાથી ઓછી હતી. આ કારણોસર ધીરજ નામનો આ યુવક પોતે છેતરાયો હોવાનું અનુભવ કરવા લાગ્યો અને આ જ કારણે તેણે ગુસ્સામાં તેની નવી નક્કોર બાઇકને કચરના ઢગલમાં ફેંકી દીધી.
– ધીરજની માંગ હતી કે તેમના બાઇકમાં પણ ડ્યુલ ચેનલ એબીએસ ઇન્સ્ટોલ કરવામાં આવે અને તેની બાઇકના ક્લાસિક સિંગલ એડીશન ફ્યૂલ ટંકીથી સ્ટેન્સિલ નંબરને હટાવે જેથી પેગાસસની પણ માર્કેટમાં ખાસ ઓળખ બની રહે.