વાનના પડખાં ઉડ્યાં, ટ્રેક્ટરના થયાં 3 ટૂકડાં, 15 વર્ષ પછી જનમેલા દીકરાની 14 મહિનામાં પણ ઘરમાં ન રહી કિલકારી

0
95
news/NAT-HDLN-five-members-death-in-road-accident-in-rajasthan-gujarati-news-5963
news/NAT-HDLN-five-members-death-in-road-accident-in-rajasthan-gujarati-news-5963

25 સપ્ટેમ્બરે જેસલમેરના ચાંધન વિસ્તારમાં થયેલા એક રોડ એક્સિડન્ટમાં એક પરિવાર બરબાદ થઈ ગયો છે. 26 સપ્ટેમ્બરે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આખા ગામમાં માતમ છવાયેલો હતો અને એક પણ ઘરમાં ચૂલો સળગાવવામાં આવ્યો નહતો. મૃતકોના પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત હતી. ગામના અડોસ-પડોશના લોકો પરિવારજનોને સંભાળી રહ્યા હતા. ઘણાં કલાકો રો-કકળ ચાલી ત્યારપછી દરેક મૃતદેહના એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

15 વર્ષ પછી થયેલા દીકરાની કિલકારી 14 મહિના પણ ન રહી ઘરમાં

– ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બળદેવ અને પત્ની રેણુકાના લગ્નને 15 વર્ષ પછી તેમના ઘરે દીકરાનો જનમ થયો હતો. ઘણી બાધાઓ પછી 14 મહિના પહેલાં જ તેમના ઘરે દીકરા ગૌરવનો જનમ થયો હતો. બાળકના જનમ પછી પરિવારને રામદેવરા એક બાધા પૂરી કરવા જવાનું હતું. તે જ કારણથી તેઓ મંગળવારે ગૌરવની બાધા પૂરી કરવા માટે રામદેવરા ગયા હતા અને પરત ફરતી વખતે જ એક્સિડન્ટમાં ગૌરવનું નિધન થયું હતું.

પરિવારજનોનો જોધપુરમાં થઈ રહ્યો છે ઈલાજ

– આ એક્સિડન્ટમાં 14 મહિનાના ગૌરવના પિતા બળદેવ અને માતા રેણુકા ગંભીર રીતે ઘાયલ છે અને તેમને જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ દરમિયાન બુધવારે આ જ પરિવારના અન્ય મૃતદેહોની સાથે ગૌરવના મૃતદેહનું પણ લાણેલામાં તેના માતા-પિતા વગર જ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે.
– મૃતક બાલામારામ જોધપુર આરએસીમાં હેડ કોન્સ્ટેબલના પદ પર તહેનાત હતા. તેથી તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

વાનના પડખાં ઉડી ગયા, ટ્રેક્ટરના થયા 3 ટૂકડાં

– મંગળવારે ટાયર ફાટવાના કારણે અનિયંત્રિત થયેલી કારનો ટ્રેક્ટર સાથે ભીષણ એક્સિડન્ટ થયો હતો. આ એક્સિડન્ટમાં 3 બાળકો સહિત 5 લોકોના મોત થયા હતા. 5 મહિલાઓ અને 3 બાળકો સહિત 10 લોકો ઘાયલ થયા હતા. જેસલમેરના લાણેલા ગામનો એક પરિવાર મંગળવારે સવારે રામદેવરા દર્શન માટે ગયા હતા. સાંજે 4 વાગે ત્યાંથી પરત ફરતી વખતે વેનનું એક ટાયર ફાટવાના કારણે કારે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને સ્પીડ વધારે હોવાથી સામેથી આવતા ટ્રેક્ટર સાથે કારનો ભીષણ એક્સિડન્ટ થયો હતો. ઘટનામાં વાન ડ્રાઈવર અને એક બાળક સહિત 3 લોકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

બાળકોએ રમવા માટે રમકડાં ખરીદ્યા અને ગણતરીના કલાકોમાં તેઓ જ રમકડાની જેમ વિખેરાઈ ગયા

– દોઢ વર્ષનો ગૌરવ રામદેવરાથી આવતી વખતે ત્યાંથી ખરીદેલો રમકડાંનો મોબાઈલ પમતો હતો અને બાજુમાં બેઠેલી ગુંજન જેસીબીથી રમતી હતી. થોડી વાર બંને બાળકોમાં રમકડા માટે ઝઘડો પણ થયો હતો.
– રામદેવરાથી ખરીદેલા રમકડાં ઘરે જઈને રમવાની પણ તેમનામાં ધીરજ નહતી રહી અને રસ્તામાં જ તેમણે રમકડાં ખોલીને રમવાનું શરૂ કરી દીધું હતું. બાળકો મનભરીને રમકડાં રમે તે પહેલાં તો તેઓ જ રમકડાંની જેમ વિખેરાઈ ગયાં હતાં.
– આ ભીષણ એક્સિડન્ટમાં વાનનો આગળનો હિસ્સો એકદમ ચોંટી ગયો હતો. ટ્રકના પડખાં પણ ઉડી ગયાં હતાં. જ્યારે ટ્રેક્ટરના પણ 3 ટૂકડાં થઈ ગયા હતાં.