મંગળવારે ગેંગરેપ પછી જે યુવતીને મરેલી સમજીને ફૂટબોલ મેદાનમાં નિર્વસ્ત્ર હાલતમાં ફેકવામાં આવી હતી, તેની સ્થિતિ બુધવારે પણ ગંભીર રહી. દાખલ થયાના 27 કલાક પછી એટલે કે સવારે 9.30 વાગે તેને ફરીવાર ભાન આવ્યું. તેણે ચીસ પાડી અને બેચેનીમાં ઉઠવાની કોશિશ કરવા લાગી. નર્સ અને ડોક્ટરોએ તેને સંભાળી. 5 મિનિટ પછી તે શાંત થઈ. ઇજાના કારણે આંખ સૂજી ગઈ હતી. એટલે તે પોતાની આંખો ન ખોલી શકી. તેણે આંગળીથી ઇશારો કર્યો. નર્સ તેની પાસે ગઈ અને તેને તેનો હાલ પૂછ્યો. તેણે કોઈ જવાબ ન આપ્યો.
પીડિતાએ નર્સને લથડાતી જીભે પૂછ્યું કે હું ક્યાં છું?
પીડિતાએ નર્સને લથડાતી જીભે સવાલ કર્યો, હું ક્યાં છું? નર્સે તેના કાનની નજીક જઈને કહ્યું- ધનબાદમાં. પીડિતાએ ફરી સવાલ કર્યો, હું અહીંયા કેવી રીતે આવી? નર્સે ભાસ્કરને જણાવ્યું કે ઘટનાને લઈને તેને કશુંપણ સ્પષ્ટ યાદ ન હતું. તેનું જડબું અને દાંત તૂટી ગયો હતો. જેના કારણે તે જે કંઇપણ કહેતી, તેને સમજવામાં મુશ્કેલી થતી હતી. દર્દ યથાવત હતું. ડોક્ટરો દ્વારા ઘણા પ્રકારની તપાસ કરાવવામાં આવી રહી હતી.
ભાસ્કર પહોંચ્યું પીડિતાના ગામ: આઘાતમાં છે પરિવાર, બધાનો એક જ સવાલ- કેવી છે દીકરી?
– બુધવારે દિવસના 3 વાગ્યા છે. ભાસ્કરની ટીમ દરિંદગીનો શિકાર બનેલી યુવતીના ગામ પહોંચી છે. ગામના લોકો આ ઘટનાથી આઘાતમાં છે. પીડિતાના ઘરના દરવાજે જ્યારે ટીમ પહોંચી તો પરિવારના સભ્યો બહાર આવી ગયા. બધાના મનમાં એક જ સવાલ હતો કે કેવી છે દીકરી? તે ઠીક તો છે? તેને ભાન આવ્યું કે નહીં? એક શ્વાસમાં પરિવારનો દરેક સભ્ય અનેક સવાલો પૂછી રહ્યો હતો.
– પરિવારના લોકોએ જણાવ્યું કે પીડિતા 15 દિવસ પહેલા જ ગામમાંથી નોકરી કરવા રાંચી ગઈ હતી. ત્યાં પહેલેથી તેની નાની બહેન કામ કરતી હતી. સોમવારે તેણે નોકરી છોડવાનો અને ગામ પાછા ફરવાનો નિર્ણય કર્યો. પોતાનો તમામ સામાન લઈને તે રાંચીથી ગામ જવા માટે નીકળી. ગામમાં પરિવાર તેના આવવાની રાગ જોતો રહ્યો. પણ તે ન આવી. બુધવારે તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા.
બે યુવક ટ્રેનમાંથી પીડિતાને રાંચીથી લઇ આવ્યા હતા ધનબાદ, પોલીસને બંનેની શોધ
ગેંગરેપ અને હત્યાના કેસની તપાસમાં લાગેલી પોલીસને મહત્વની કડીઓ મળી છે. પોલીસને જાણ થઈ છે કે રાંચીથી બે યુવકો પીડિતાને ટ્રેનથી ધનબાદ લઈને આવ્યા હતા. બંને યુવકોને તે જાણતી હતી. બંને અશોકનગર, રાંચીમાં કામ કરતા હતા. પોલીસે જણાવ્યું કે આ આખા પ્રકરણમાં એક ગાર્ડની ભૂમિકા શંકાસ્પદ છે. જ્યાં પીડિતા કામ કરતી હતી, ત્યાંના ગાર્ડે જ તેને તે બંને યુવકોની ઓળખાણ કરાવી હતી. ગાર્ડે જ ફોન કરીને પીડિતાના પિતાને કહ્યું હતું કે તેમની દીકરી ગામ પાછી ફરી રહી છે. તેણે પીડિતાની તેના પિતા સાથે વાત પણ કરાવી હતી. પોલીસને શંકા છે કે સાથે લઈને ધનબાદ આવનારા યુવકોએ જ ઘટનાને અંજામ આપ્યો હશે. પોલીસ બંનેની શોધમાં લાગેલી છે.
ઘટનાસ્થળથી મળ્યા પીડિતાના તૂટેલા દાંત
– પોલીસે બુધવારે એકવાર ફરી બરવાઅડ્ડા સ્થિત પંડુકી ફૂટબોલ મેદાન જઈને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. ઘટનાસ્થળ પરથી પોલીસને પીડિતાના તૂટેલા દાંત મળ્યા છે. પોલીસનું માનવું છે કે તેને મારવાની કોશિશ મેદાનમાં જ થઈ છે. ત્યાંથી ઘણા અન્ય મહત્વના પુરાવાઓ મળવાની વાત પણ જણાવાઈ રહી છે.