મુંબઇ,તા. ૮
લોકપ્રિય અભિનેત્રી રકુલ પ્રીત હાલમાં પોતાની ફિલ્મ મરજાવાને લઇને તૈયારી કરી રહી છે. આ ફિલ્મ માટે તે બેલી ડાન્સિંગ માટે ટ્રેનિંગ લઇ રહી છે. તેનુ કહેવુ છે કે આ ખુબ જ મુશ્કેલ ડાન્સ છે. આ ડાન્સને સરળ રીતે કરવા માટે ખુબ મહેનત કરવાની જરૂર છે. તેનુ કહેવુ છેકે તે હાલમાં આ ડાન્સ પર ખુબ મહેનત કરી રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મના એક ગીતમાં તે બેલી ડાન્સ કરનાર છે. આ ડાન્સના મુવ ખુબ ફાસ્ટ હોય છે. આને ખુબ ઝડપથી કરવાની જરૂર હોય છે. તેને સરળ રીતે ડાન્સ કરવામાં સરળતા મળતી નથી. ફિલ્મ દેદે પ્યાર દે ફિલ્મમાં પોતાના લુક્સના કારણે તમામ ચાહકોના દિલ જીતી લેનાર રકુલે કહ્યુ છે કે બેલી ડાન્સિંગ વર્ક આઉટ કરવાની બાબત એક પ્રકારની રીત બની ગઇ છે. કારણ કે આ ડાન્સ સ્ટાઇલ ફિટ રહેવા માટે તેની મદદ કરે છે. દે દે પ્યાર દે ફિલ્મમાં તે અજય દેવગનની સાથે દેખાઇ હતી. ફિલ્મમાં તેની સાથે તબ્બુની પણ મુખ્ય ભૂમિકા હતી. તેનુ કહેવુ છે કે બેલી ડાન્સ તમામ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. કારણ કે આરોગ્યને સ્વસ્થ રાખવામાં તેની ભૂમિકા રહેલી છે. તે બેલી ડાન્સિંગ માટે દરરોજ સમય કાઢવાનો પ્રયાસ કરે છે. અભિનેત્રીના કહેવા મુજબ દિવસના છેલ્લે તે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખે છે. આના કારણે એક ટોન્ડ સેક્સી પેટ મળે છે. જેથી મહેનત કરવાની બાબત તમામ માટે ઉપયોગી છે.
રકુલ હવે મરજાવા ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલહોત્રા નજરે પડનાર છે. રિતેશ દેશમુખ પણ કામ કરી રહ્યો છે. ફિલ્મનુ નિર્દેશન મિલાપ ઝવેરી દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ રોમાન્સની સાથે સાથે એક્શનથી પણ ભરપુર રહેનાર છે. ચાહકોને આકર્ષિત કરવા માટે ફિલ્મમાં તમામ પ્રકારના મસાલા ઉમેરી દેવામાં આવ્યા છે. રકુલ ફિલ્મને લઇને ભારે આશાવાદી બનેલી છે.