આસો સુદ દસમ એટલે કે વિજયા દશમીનો તહેવાર. વિજયા દશમીના દિવસે રાવણનો વધ થયો હતો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વિજયા દષ્મીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. દહન પ્રક્રિયા માટે 60 ફૂટ ઊંચા પૂતળા બનાવવામાં આવ્યા હતા. આ 60 ફૂટ ઊંચા મેઘનાદ, રાવણ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા ઉમટી પડ્યા હતા.
રાજકોટમાં 60ફૂટ ઊંચા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું કરાયું દહન

















ઉલ્લેખનીય છે કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દર વર્ષે ઉત્તરપ્રદેશના કારીગરો દ્વારા નિર્મિત રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે. જેનું સમગ્ર આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે.