ગરમી અને બફારાથી અકળતા ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે. મહેસાણા જિલ્લાના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતમાં પંચમહાલના ગોધરા, મોરવાહડફ પંથક, સાબરકાંઠાના અંબાજી, પોશીના, ઈડર, ખેડબ્રહ્મા, વડાલી પંથક, બનાસકાઠાંના અમીરગઢમાં રાત્રે 10 કલાકની આસપાસ ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ભારે રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે સોમવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી-મધ્યમ ઝાપટાં પડશે. જ્યારે કચ્છમાં મોડો વરસાદ શરૂ થશે. સાથે હવામાન વિભાગે ચોમાસામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધારે વરસાદ પડવાની આગાહી કરી છે