અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં મેઘમહેર, વાતાવરણમાં પ્રસરી ઠંડક, લોકો ખુશખુસાલ

0
151
rain in ahmedabad
rain in ahmedabad
rain-in-ahmedabad-on-monday-evening
rain-in-ahmedabad-on-monday-evening

– ઓઢવમાં માત્ર એક કલાકમાં સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ પડવાની સાથે જ ગટરોમાંથી ફુવારા ઉડ્યા
– ઓઢવથી મણિનગર સુધીનાં વિસ્તારોમાં સાંજે એકથી બે ઇંચ વરસાદ, ઘરે જતાં લોકો હેરાન પરેશાન
– પીક અવર્સના વરસાદે મ્યુનિ.ની આબરુના લીરા ઉડાવ્યા

અમદાવાદઃ રાજ્યનાં પાટનગર ગાંધીનગર સહિત અમદાવાદ જેવાં રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદનું ધમાકેદાર આગમન થઇ ગયું છે. ભારે વરસાદનાં કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરેલી જોવાં મળી છે. મેઘાની મહેરને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવાં મળી રહ્યો છે. તો ગરમીથી પીડાતાં લોકોને પણ ઠંડક મળી છે. ગાંધીનગરમાં વરસાદને લઈને અદભુત કુદરતી નજારો પણ જોવાં મળ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત બાદ હવે અમદાવાદમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. શહેરનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ઉઠી છે.

heavy rain in ahmedabad
heavy rain in ahmedabad

શહેરનાં પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ તો એસ.જી હાઈ-વે, બોપલ, ઘુમા, સોલા, કોબા અને સરખેજ જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોમાં ખુશીની લહેર જોવાં મળી છે. અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તાર ખાનપુર, લાલ દરવાજા અને ખોખરા અને મણિનગર વિસ્તારમાં પણ વરસાદ પડતાં શહેરીજનો ભારે ખુશખુશાલ થઇ ગયાં છે.

રાજ્યમાં બદલાયેલા હવામાનની અસર હવે સૌરાષ્ટ્રમાં પણ જોવાં મળી છે. અમરેલીનાં ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવાં મળી છે. બાબરા સહિતનાં વિસ્તારોમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાએ આગમન કરતાં સ્થાનિકોમાં પણ આનંદની લાગણી જોવાં મળી છે.

ભાવનગરનાં ઘોઘામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં જ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી.

વલસાડ જીલ્લાનાં કેટલાંક તાલુકાઓમાં આજે વરસાદી વાતાવરણ જોવાં મળ્યું. ત્યારે વાપી સહિતનાં આસપાસનાં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જીલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ જોવાં મળ્યો હતો. વરસાદ થતાંની સાથે જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી હતી.

આ તરફ આણંદ જિલ્લામાં પણ સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. બોરસદ, આણંદ, આંકલાવમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.