Wednesday, May 14, 2025
Homenationalરામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.

રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.
કોઈપણ બાબત સહજતાથી કરો તો દરેક પ્રક્રિયા ધ્યાન છે.
“દક્ષિણામાં મેં મને જ આખેઆખો આપી દીધો છે!”ચોથા દિવસની કથા વાતાવરણ અને વરસાદના કારણે થોડીક મોડી ચાલુ થઈ.બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં બાલમિક શબ્દ સાત વખત અને રામાયણ શબ્દ ચાર વખત આવ્યો છે.અહીં ગંડકી નદીમાં કોઈ પરિવાર સ્નાન કરવા જતાં જીવ ગુમાવ્યો એને શ્રદ્ધાંજલિ અને પચાસ હજાર રૂપિયાનું તુલસીપત્ર પણ અર્પણ થયું.મહાભારતનું કારણ શું?એક જ શબ્દ છે જવાબમાં: નિયતિ.સંસારમાં જે પણ ઘટના ઘટે છે એની પાછળ નિયતિ કામ કરે છે.નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.
ઓશો કોઈ પણ વિધિની પહેલા સક્રિય ધ્યાન કરાવતા હતા.આપણા ટાટ બાબા અક્રિય ધ્યાન કરાવે છે પણ મને પૂછવામાં આવે તો ન સક્રિય,ન અક્રીય,પણ સહજ ધ્યાન કરવું જોઈએ.બાપુએ કહ્યું કે મારા માટે ભજન જ યમ છે,ભજન જ નિયમ છે,ભજન જ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર,ધારણા ધ્યાન અને સમાધિ છે.ભજન જ અષ્ટાંગયોગ છે.ભજન બધું જ છે.તુલસીનો સહજ શબ્દ ઘણો જ પ્યારો છે.ઉત્તમા સહજાવસ્થા.સહજ અવસ્થા ઉત્તમ છે.નિયમ માણસને સ્વભાવિક રહેવા દેતો નથી.એટલે જ સહજ બેસો,સહજ ઉઠો,કોઈ પણ સ્થિતિ હોય એને એમાં સહજ રહો.કોઈપણ બાબત સહજતાથી કરો તો દરેક પ્રક્રિયા ધ્યાન છે.સાધુ ખૂબ માસુમ હોય છે.એને વંદન ન કરો તો કોઈ વાંધો નહીં પણ વગર વિચાર્યે એના ઉપર ખરાબ બોલવું બહુ મોટો અપરાધ છે.મહાવીર સ્વામીએ આખી જિંદગીમાં ચાર સિદ્ધાંતઆપ્યા:આત્મવિશ્વાસ,અહિંસા,અપરિગ્રહ,અનેકાંતવાદ. અનેકનો અંત.સત્ય મેળવવા માટે બધું જ છોડો, સત્યને પકડો.મહાવીર પરંપરાનાં આચાર્ય તુલસીએ પણ અનેકાંતવાદ ઉપર ખૂબ મોટું કામ કર્યું છે. આપણે શંકરાચાર્યની વાત સમજીએ છીએ એણે કહ્યું છે એકાંત.એકનો પણ અંત.કારણ કે એકાગ્ર સારો શબ્દ છે,પણ ત્યાં એકમાં અગ્રતા છે.હજી પણ કોઈ વધ્યું છે એ અગ્ર છે.એક છે તો ક્યારેક બે ની સંભાવના છે.નાગાર્જુન એને શૂન્ય કહે છે.જે શૂન્ય છે એ જ પૂર્ણ છે,બાકી બધું અપૂર્ણ છે.રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.આજે બાપુને એક યુવાને પૂછેલા પ્રશ્નોનાં બાપુએ સાહજિક જવાબ આપ્યા.ત્રિભુવનદાદા ને હું આપના કરતાં પણ વધારે પ્રેમ કરું છું એટલે મારો અવિવેક થાય તો ક્ષમા કરશો એમ કહી અને પ્રશ્નમાં પૂછ્યું કે: દાદાજીને ગુરુદક્ષિણામાં શું આપેલું?બાપુ: એ વખતની વાત છે જ્યારે હું ચડ્ડી પહેરતો.કોઈ મહેમાન આવે કે દાદાને ચા પીવી હોય, કારણ કે ચા ખૂબ પ્રિય હતી.પણ ઘરમાં ખાંડ ન હોય મારી મા મને ઓરડામાં બોલાવીને બાજરો આપી અને કહેતી કે દાદાને ખબર ન પડે એમ નેમચંદ કાકાને ત્યાં બાજરી વેંચી અને ખાંડ લઈ આવ.તો હું શું દક્ષિણા આપું!પણ દક્ષિણા એ જ્ઞાનોપદેશ છે.ગુરુ જે જ્ઞાન આપે એ ઉપદેશનું શતપ્રતિશત ગ્રહણ કરે એ જ ગુરુદક્ષિણા કહેવાય.ગુરુની પ્રસન્નતા નહીં એનું આયુષ્ય વધે એવું જીવવું જોઈએ.મેં દક્ષિણામાં મને જ આખેઆખો એમને આપી દીધો છે!જીબ્રાન કહેતા કે પ્રેમમાં કોઈ ગિફ્ટ ન હોય,પ્રેમી ખુદ પોતાને જ આપી દે એ શ્રેષ્ઠ ગિફ્ટ છે.
તમારા ગુરુએ તમને દીક્ષા આપી હતી?બાપુ: દીક્ષાની તો ખબર નથી પણ આ(રામચરિત માનસ)આપ્યું છે.
દાદા આપને રામચરિતમાન ક્યારે ભણાવતા?બાપુ: કોઈ ટાઈમ ટેબલ ન હતું.બુદ્ધપુરુષ કાલાતિત હોય છે.પણ હું હાજર રહેતો અને જ્યારે પણ કહે કે ચાલો બેસી જઈએ ત્યારે ભણવા માટે બેસી જતો. કંઈક લેવું હોય તો મૂહર્ત જોવાય,દેવું હોય તો મૂહર્ત ન જુઓ.તમને તમારા બુદ્ધપુરુષને મહેસુસી થાય છે?બાપુ: મહેસુસીના બળ ઉપર જ જીવી રહ્યો છું. સ્મૃતિ જ ભજન છે.કૃષ્ણની સ્મૃતિ થાય અને આંખ ભરાઈ આવે તો એ ભજન છે.આંસુ આવી જાય અને ગાવાનું પણ બંધ થઈ જાય.આપણે ત્યાં પણ કેટલા બધા સ્મૃતિ ગ્રંથો છે પણ આપણે કેટલાની સ્મૃતિ રાખી શકશું? આપણા બુદ્ધપુરુષની સ્મૃતિમાં જ રહેવું જોઈએ.આપનો મહામંત્ર?બાપુ: રામ જ મહામંત્ર છે.પ્રયાસનું સુખ ક્ષણિક હોય છે પ્રાસાદિક સુખ શાશ્વત હોય છે. કોઈ પક્ષી માળા નથી ફેરવતું,કોઈ પક્ષી મંત્ર નથી ભણતું કે પક્ષી પૂજા પાઠ પણ નથી કરતું.ન માલા ન મંત્ર ન પૂજા ના સજદે;ચીડિયોં કા ચહેંકના ઉસકી ઈબાદત હૈ.બાપુએ કહ્યું કે ધર્મનો જન્મ ધીરજથી થાય છે અને ધર્મમાંથી વિવેક પેદા થાય છે. વિધિ કેટલી પણ મોટી હોય પણ હંમેશા નાની છે અને વિશ્વાસ રજ માત્ર હોય તો પણ ખૂબ જ મહાન છે.આજે વાતાવરણને કારણે કથાને વહેલો વિરામ આપવામાં આવ્યો.

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here