ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પેટ્રોલની કિંમત ઘટાડવાની ચેલેન્જ આપી છે. પીએમ દ્વારા ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીની “ફિટનેસ ચેલેન્જ” સ્વીકાર કરી લીધા બાદ રાહુલે મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ હવે પેટ્રોલ ડીઝલની કિંમત ઓછી કરવાની ચેલેન્જ સ્વીકાર કરે. રાહુલે એમ પણ કહ્યું કે જો પ્રધાનમંત્રી તેમની આ ચેલેન્જ સ્વીકાર નહીં કરી શકતા તો પછી કોંગ્રેસ પૂરા દેશમાં આંદોલન કરશે.
તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે,”પ્રિય પ્રધાનમંત્રી, સારૂ લાગ્યું કે આપે વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ એક્સેપ્ટ કરી. અહીં એક ચેલેન્જ મારી તરફથી પણ… ઇંધણની કિંમત ઓછી કરો અથવા કોગ્રેસ આપની જોડે આવું કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે.
હકીકતમાં કોહલીએ ટ્વિટર પર રમતગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલ મુહિમ “હમ ફિટ તો ઇન્ડીયા ફિટ” અંતર્ગત પ્રધાનમંત્રી મોદી, પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પોતાની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માને “ફિટનેસ ચેલેન્જ” ટેગ કરવામાં આવી હતી. આનાં પર મોદીએ ચેલેન્જને સ્વીકાર કરતા આજે એક ટ્વિટ પણ કર્યું છે કે,”ચુનોતી સ્વિકાર છે વિરાટ. હું ટૂંક સમયમાં જ મારો ફિટનેસ ચેલેન્જ વીડિયો અપલોડ કરીશ.”