(જી.એન.એસ.)ભરૂચ,તા.૨૦
ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીના મતદાનનેલ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બન્ને પક્ષો મતદારોને આકર્ષવા માટે પોતાના તમામ દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં ઉતારી દીધા છે. હાલ ભાજપ અને કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો ક્યાઁક રેલીઓ કે સભાઓ કરી રહ્યા છે.
ચૂંટણી પ્રચાર કરતી વખતે બન્ને પક્ષોના નેતાઓ એવા નિવેદનો કરે છે, જેનાથી વિવાદ થાય તે સ્વાભાવિક છે. ફરી એક એવું નિવેદન સામે આવ્યું છે. ભાજપના મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધીને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. ગણપત વસાવાએ રાહુલ અને કોંગ્રેસને આડે લઇને અનેક પ્રહારો કર્યા હતા.
ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદી સભામાં ઉભા થાય તો સિંહ જેવા લાગે છે. તેમને કહ્યુઁ કે, રાહુલ ગાંધી જ્યારે ખુરશીમાં ઉભા થાય તો ગલુડિયા જેવો લાગે છે. રાહુલ ગાંધીને સભામાં ભાષણ કરતા જ આવડતું નથી, તે તો અહેમદ પટેલે લખી આપેલી ભાષા વાંચે છે. અહેમદ પટેલ રાહુલ ગાંધીની જ્યાં પણ સભા હોય તેના વિશે લખી આપે છે અને રાહુલ તે વાંચે છે.
આ સિવાય વસાવાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમને કહ્યુઁ કે, પાકિસ્તાન એક રોટલી નાંખે તો પણ ચાલી જાય અને ચીન પણ એક રોટલી નાંખે તો પણ ચાલી જાય.