રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરવાની કોઇ તક હાથમાંથી જવા દેવા માંગતી નથી. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે સોમવારે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન નોટિસનો પ્રસ્તાવ રજૂ કર્યો.
અનુરાગ ઠાકુરનું કહેવું છે કે, ગત 20 જુલાઇના રોજ અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલે પોતાના ભાષણમાં સદનને ગેરમાર્ગે દોરી અને તે માટે તેમણે માફી માંગી જોઇએ. પોતાની નોટીસમાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ રાફેલની કિંમતની તુલના UPAના શાસન કાળ સાથે કરી જે માત્ર કલ્પના આધારિત, ખોટી અને પૂરી રીતે ખોટી છે.