કમલનાથને CM બનાવી કોંગ્રેસે શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ: ભગવંત માન

0
37
bhagwant mann says congress is rubbing salt on our wounds by naming kamal nath
bhagwant mann says congress is rubbing salt on our wounds by naming kamal nath

1984માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રાયલ કેસના ચુકાદાને પલટાવતા કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે.

કોંગ્રેસના નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા બાદ ભારતના રાજકારણમાં શિયાળાની ઠંડીમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. આ મુદ્દે હવે શિખ રાજનીતિ તેજ થઇ છે. પંજાબના સંગરૂરથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યું કે કોંગ્રેસને 84ના રમખાણોના અન્ય આરોપી કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી નહિ બનાવવાની માગ કરી છે.

ભગવંત માને કહ્યું કે,‘કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇંચાર્જ બનાવવા પર રાજ્યની જનતાના વિરોધ બાદ તેમને હટાવી દીધા હતા. હવે કેમ જનતાના વિરોધ પર તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેતા નથી? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ છે. લોકોએ કમલનાથને રમખાણને ભડકાવતા જોયા હતા, તેમની સામે કોઇ એફઆઇઆર દાખલ કેમ ન થઇ?

બીજી તરફ અકાલી દળના નેતા અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ગાંધી પરીવારને આડે હાથ લેતા કહ્યું કે, સજ્જન કુમાર બાદ હવે કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર અને કમલનાથનો પણ નંબર આવશે અને અંતમાં ગાંધી પરીવાર પર પણ નિર્ણય થશે.